<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

બ્‍લૂ કલબ લીગ અન્‍ડર -૧ર ચેમ્‍પિયનશીપમાં રાજકોટની એફસી વિજેતાઃ માસ્‍ટર એફસી રનર્સઅપ

અમદાવાદમાં સેંટ ઝેવીયશ લોયલા સ્‍કૂલમાં રમાયેલ ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ એસોસીએશન દ્વારા આયોજીત

અમદાવાદમાં તાજેતરમાં રમાયેલ બ્‍લુ કલબ લીગ અંડર ગુજરાતની કુલ ર૯ ટીમોએ ભાગ લીધેલ તેમાં માસ્‍ટર એફસીએ પોતાના ગ્રુપમાં ટોપ કરેલ અને ફાઇનલમાં પહોચેલ ફાઇનલ મેચ ર૯-૧-ર૪ ના રોજ રમાયેલ  ફાઇનલમાં બીજી ટીમ અમદાવાદની કહાની એફસી હતી. મેચ દરમિયાન સ્‍કોર ૦-૦ રહેલ અને રીજલ્‍ટ પેનલ્‍ટી શુટ આઉટ દ્વારા લેવામાં આવેલ તેમાં કહાની એફસીનો વિજય થયેલ અને માસ્‍ટર એફસીની ટીમ રનર અપ થયેલ ટીમ આ પ્રમાણે હતી. સીધ શાહ, વીઆન ઉપાધ્‍યાય, આરવ અંકોલા, માનવીરસિંહ જાડેજા, મહિર ગઢીયા, ચાર્વી રાદડીયા, દિયા દોશી, નિવાન પટેલ, કિયાન મંગલપરા, હૃદય ગગલાની, પર્વ જસાની, હ્રદાન પટેલ મૈત્રી અસલિયા, આર્વી સંઘાની,જૈવિક કારીયા, ટીમના હેડ કોચ ભરત સિયાલીયા, આસી. કોચ વિજય  સિયાલીયા, હતા.

ટ્રોફી તથા મેડલ શ્રી પ્રશાંત સઘવી, શ્રી કુશલ પટેલ અને સેક્રેટરી શ્રી મુળરાજસિંહ ચુડાસમા, ગિરીશભાઇ પરમાર તથા અન્‍ય સભ્‍યો દ્વારા દેવામાં આવેલ. રાજકોટ ડિસ્‍ટીકસ ફૂટબોલ એસોશીએશન તથ ફૂટબોલ પ્રેમી જનતા માસ્‍ટર એફસીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

(4:06 PM IST)