<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

મહેસાણામાં ગેરકાયદે દારુના વેચાણથી ત્રસ્ત મહિલાઓએ એસપી કચેરીએ નાખ્યાં ધામા

ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની મહિલાઓએ રજૂઆત કરી

મહેસાણામાં બૂટલેગરોના ત્રાસથી મહિલાઓએ એસપી કચેરીમાં ધામા નાખ્યાં હતા. મહેસાણાના પરા વિસ્તારની મહિલાઓ દારુના વેચાણના દૂષણથી ત્રસ્ત થઈને એસપી કચેરીએ ધામા નાખ્યાં હતા. પરા વિસ્તારમાં ખારી નદીના પટ્ટામાં ગેરકાયદેસર ઝુંપડપટ્ટી છે. ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની મહિલાઓએ રજૂઆત કરી હતી. બુટલેગર અને દારૂડિયાઓને કારણે અસામાજિક તત્વોનો પણ ત્રાસ વધ્યો હોવાની ફરિયાદ કરાઈ છે. ગેરકાયદેસર વેચાતો દારૂ બંધ કરવા અને ગેરકાયદેસર ઝુપડપટ્ટી દૂર કરવા મહિલાઓએ રજૂઆત કરી હતી.

(6:46 PM IST)