તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
આણંદ મનપામાં સમાવેશથી કરમસદના નારાજ રહીશોએ કર્યો આક્ષેપ: સરદારનુ નામ ભૂંસી નાખવા સરકારનો પ્રયાસ
સરકારે વિશેષ ગામનો દરજ્જો આપવાને બદલે સરદાર પટેલના ગામનું નામ જ ભૂસી નાખવાનો પ્રયાસ કર્યો

આણંદ મહાનગરપાલિકામાં કરમસદ શહેરનો સમાવેશ કરવામાં આવતા, કરમસદના નાગરિકો નારાજ થયા છે. 2016 થી કમરસદને વિશેષ ગામના દરજ્જા માટે લડત ચલાવવામાં આવી હતી. કરમસદને વિશેષ ગામનો દરજ્જો આપવાની, તત્કાલીન સરકારના પ્રતિનિધિઓ દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી. ભૂતકાળમાં વિશેષ ગામના દરજ્જા માટે ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. સરકારે વિશેષ ગામનો દરજ્જો આપવાને બદલે સરદાર પટેલના ગામનું નામ જ ભૂસી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો નાગરિકોએ આક્ષેપ કર્યો છે
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
