<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

વડોદરામાં મહિલાના ગળામાંથી ચેન આંચકી લેનાર અને મકાનમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

આરોપી પાસેથી સોનાની ચેનનો ટુકડો, મોબાઇલ, મોપેડ મળી રૂ.1.79 લાખનો મુદ્દામાલ રિક્વર

વડોદરા :વારસીયા વિસ્તારમાં અઠવાડિયા પહેલા સિનિયર સિટિઝન મહિલાના ગળામાંથી સાનાની ચેન આંચકી લેનાર તેમજ કારેલીબાગમાં મકાનમાંથી મોબાઇલની ચોરી કરનાર રીઢા આરોપી સહિતના બે જણાને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી પાસેથી સોનાની ચેનનો ટુકડો, મોબાઇલ, મોપેડ મળી રૂ.1.79 લાખનો મુદ્દામાલ રિક્વર કરી આરોપીને આગળની કાર્યવાહી માટે વારસીયા પોલીસને સોપાયો છે.

વારસીયા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ એક સિનિયર સિટિઝન મહિલા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન એક મોપેડ પર બે શખ્સ આવ્યા હતા અને મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા. જેમાં અડધો ટુક્ડો મહિલાના હાથમાં રહી ગયો હતો. જેની ફરિયાદ વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ ચેન સ્નેચરોની શોધખોળ ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી રહી હતી. તે દરમિયાન અગાઉ ચેન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલો સગીર તથા પ્રકાશ રમેશ મારવાડીને સોનાની ચેનનો ટુક્ડો વેચાણ કરવાની ફિરાકમાં ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે કાઈમ બ્રાન્ચની ટીમે એક્ટિવા સાથે ઠેકરનાથ સ્મશાન પાસેથી બંને આરોપીઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેમની પુછપરછ કરતા બંને ભેગા મળીને અઠવાડિયા પહેલા એકિટવા પર કારેલીબાગ આમ્રપાલી ચાર રસ્તા પાસેના મકાનમાંથી મોબાઈલની ચોરી કરી હતી. ત્યાર બાદ વારસીયામાં વૃદ્ધાના ગાળામાંથી સોનાની ચેન તોડી હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની પાસેથી સોનાની ચેન, મોબાઈલ અને મોપેડ મળી રૂ. 1.69 લાખનો મુદ્દામાલ રિક્વર કરી આગળની કાર્યવાહી માટે વારસીયા અને કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે.

(6:57 PM IST)