<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ સુરતમાં 710 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 20 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 7,080.12 ટન ડુંગળીની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 7,080.12 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરત માર્કેટ યાર્ડમા 710 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 440 રૂ. અને નીચો ભાવ 120 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 700 રૂ., પાદરમાં 680 રૂ., અમદાવાદમાં 600 રૂ., મહેસાણામાં 600 રૂ., ખંભાતમાં 560 રૂ., ભાવનગરમાં 541 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,080.12 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:01 PM IST)