<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રાજ્યમાં નવી મહાનગરપાલિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાના કામોને અગ્રતા : જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેરને સીટી ઈજનેર તરીકે કામગીરી સોંપાઈ : જુઓ સંપૂર્ણં યાદી

અંજારના પ્રવિણસિંહ મારવાડાને ગાંધીધામ,મોરબીમાં હિતેન્દ્ર આદ્રોજા ,સુરેન્દ્રનગરમાં કલ્પેશ ચૌહાણને અને પોરબંદરમાં જયદીપસિંહ રાણાને સીટી ઇજનેરનો વધારાનો હવાલો સોંપાયો

ગાંધીનગર : રાજ્ય  સરકારે નવી જાહેર કરેલી નવ મહાનગર પાલિકાઓને સંપૂર્ણ રીતે કાર્યરત થવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાના કામો વગેરે માટે માનવ બળ પૂરું પાડવાનું પણ અગ્રતા ક્રમે શરૂ કર્યું છે.

માર્ગ અને મકાન વિભાગે આ મહાનગર પાલિકાઓમાં સિટી ઇજનેર તરીકે નો કાર્યભાર સંબંધિત જિલ્લાના નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) ને તેમની હાલની કામગીરી  ઉપરાંત સોંપવાના આદેશો કર્યા છે.

અંજારના નાયબ કાર્યપાલક ઈજનેર( સિવિલ )પ્રવિણસિંહ મારવાડાને ગાંધીધામ,મોરબીના હિતેન્દ્ર આદ્રોજા ,સુરેન્દ્રનગરના કલ્પેશ ચૌહાણને અને પોરબંદરના જયદીપસિંહ રાણાને સીટી ઇજનેરનો વધારાનો હવાલો સોંપાયો છે

(8:15 PM IST)