<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે : લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થશે

નલિયામાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8, ડીસામાં 12.8, વડોદરામાં 13.4, ભુજમાં 13.4, પોરબંદરમાં 13.4, કેશોદમાં 13.7, રાજકોટમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે રાત્રે અને સવારે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જણાશે નહીં. જોકે ત્રણ દિવસ બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ઠંડીનું જોર વધી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તામપાન 15 ડિગ્રી નોંધાયું છે. 10 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 35 ડિગ્રી, અમરેલીમાં 34, સુરેન્દ્રનગરમાં 33.3, વડોદરામાં 33, સુરતમાં 33, કેશોદમાં 32.6, અમદાવાદમાં 32.4, ગાંધીનગરમાં 32.4, મહુવામાં 32.4, ડીસામાં 31.6, ભાવનગરમાં 31.2, વલ્લભ વિદ્યાનગરમાં 31.1, પોરબંદરમાં 31, કંડલા પોર્ટમાં 30.2, ભુજમાં 29.6, નલિયામાં 29, વેરાવળમાં 28.6, ઓખામાં 27 અને દ્વારકામાં 26 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8, ડીસામાં 12.8, વડોદરામાં 13.4, ભુજમાં 13.4, પોરબંદરમાં 13.4, કેશોદમાં 13.7, રાજકોટમાં 14.5, અમદાવાદમાં 15, વલ્લભ વિદ્યાનગરમાં 15.4, સુરેન્દ્રનગરમાં 15.4, ભાવનગરમાં 15.6, મહુવામાં 15.9, અમરેલીમાં 16, કંડલા પોર્ટમાં 16.5, દ્વારકામાં 17.9, વેરાવળમાં 18.8, ઓખામાં 19.4 અને સુરતમાં 20.8 ડિગ્રી લઘુત્તમ તામપાન નોંધાયું હતું.

(8:24 PM IST)