News of Friday, 3rd January 2025
અમદાવાદમાં એક જ દિવસમાં ૨ હત્યાના પ્રયાસના બનાવ બન્યા
કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠ્યા સવાલ :રામોલમાં રિક્ષાના ભાડા બાબતે રિક્ષાચાલકે યુવકને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો

અમદાવાદ, તા.૩ :અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. જેમાં બે દિવસમાં ત્રણ હત્યાના પ્રયાસના બનાવો સામે આવ્યા છે. જેમાં રામોલમાં રિક્ષાના ભાડા બાબતે રિક્ષાચાલકે યુવકને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ નિકોલમાં અજાણ્યા શખ્સે યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. બંને બનાવોમાં પોલીસે હત્યાના પ્રયાસની કલમનો ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે. ત્યારે રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જોધપુર કઠવાડામાં રહેતા અરુણકુમાર વિશ્વકર્મા છૂટક મજૂરી કામ કરે છે. જ્યારે તેમનો ૩૫ વર્ષીય સાળો શિવચરણ પણ ત્યાં નજીકમાં રહે છે. ગત ૧ જાન્યુઆરીએ તેમનો સાળો ઘરેથી શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ ઘણો સમય થતાં ઘરે આવ્યો ન હતો. જેથી સંબંધી લક્ષ્મણે અરુણકુમારને ફોન કરતા તે સાળાને શોધવા નીકળ્યા પરંતુ તેની કોઈ ભાળ મળી આવી ન હતી. આખરે શિવચરણ મોડી રાત સુધી ફરવાની ટેવ ધરાવતો હોવાથી આવી જશે તેમ સમજીને અરુણકુમાર ઘરે જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે સવારે મજૂરીકામ પર જવા તેઓ સાળાના ઘરે ગયા પરંતુ તે આવ્યો ન હતો. જેથી ફરીથી સાળાની શોધખોળ કરતા તે કઠવાડા જી.આઈ.ડી.સી. ના ગેટ પાસે પહોંચ્યા તે સમયે શિવચરણ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈને જમીન પર પડેલો હતો. તેના પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા હતા. બાદમાં શિવચરણને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે અરુણકુમારે અજાણ્યા શખ્સ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે બીજા બનાવમાં મૂળ બિહારના અને હાલ રામોલમાં રહેતા સકુરઆલમ શેરશાવાદી મજૂરી કરે છે. ગત ૧ જાન્યુઆરીએ તેમના ત્રણ મિત્રો મુજમ્મીલ, આરીફ અને અબ્દુલકલામ સાથે કાંકરિયા ફરવા માટે નીકળ્યા હતા. ઘરની બહાર નીકળીને રોડ પર રિક્ષાની રાહ જોઈને ઊભા હતા. આ દરમિયાન એક રિક્ષાચાલક આવ્યો અને કાંકરિયા જવાનું એક વ્યક્તિનું ભાડું રૃ.૩૦ કહ્યું હતું. જેથી સકુરઆલમે આટલું બધું ભાડું ના હોય ભાડું તો રૃ.૨૦ જ થાય છે. તેમ કહીને અમે બીજી રિક્ષામાં બેસી જઈશું કહેતા રિક્ષાચાલકે તમે ઇમરાન જીંગાની રિક્ષામાં બેસવાની ના પાડી તમને કોણ રિક્ષામાં બેસાડે છે જોવું છું કહીને ઝઘડો કરવા લાગ્યો હતો.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
