તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
નેત્રંગમાં PM-કુસુમ સૌરપંપ યોજનામાં ગોટાળા બાબતે પ્રધાનમંત્રીને ફરિયાદ કરાઇ
ખેડુતો પાસેથી ફોરેસ્ટરે રૂ.૬૦૦૦ ગેરકાયદેસર પડવ્યા હોવાનો આક્ષેપ પીએમ સુધી પહોંચ્યો: પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદિપ માંગરોલાએ આ બાબતે તપાસની માંગ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં પ્રધાનમંત્રી કુસુમ સૌરપંપ યોજનાનો લાભ અપાવાના બહાને છેતરપીંડી કરતાં તેની ફરીયાદ પ્રધાનમંત્રી કાયૉલય સુધી પહોંચી છે. જેમાં ખેડુતોને સૌરપંપ આપવાની યોજનામાં ૨૦૨૩ માં ૯૦ અરજીઓ માંથી ફક્ત ૯ સૌરપંપ અપાયા છે.
આ વર્ષે ૫૨૪ અરજીઓ થયેલી હોવા છતા માત્ર ૪૨ ખેડુતોને પસંદ કરવામાં આવ્યા છે, અને હજુ સુધી સૌરપંપ અપાયા નથી જેમાં જાણવા મળ્યા મુજબ નેત્રંગ વનવિભાગના મહિલા રાઉન્ડ ફોરેસ્ટર હરીલાબેન વસાવાએ દરેક ખેડુત પાસેથી રૂ.૬૦૦૦ વસુલવા અને ૩૦૦થી વધુ આદિવાસી ખેડુતો સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રકમ લીધા પછી પણ સૌરપંપ ફિટ કરવામાં આવ્યા નથી.
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદિપ માંગરોલા પાસે આ બાબતે ફરિયાદ પહોચતા તેમને પ્રધાનમંત્રી કાયૉલય અને એમએનઆરઇના દિલ્હીના ઉચ્ચ અધીકારીઓને આ કૌભાંડની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. સાથે બધા લાયક ખેડૂતને આ યોજનાના લાભ ન્યાયસંગત રીતે અને વહેલી તકે આપવામાં આવે અને આદિવાસી ખેડુતોને આર્થિક નુકસાન થી બચાવવા અને તેમને પુરતું વળતર આપવામાં આવે તેવી રજુઆત કરાતા ચકચાર મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફામૉ ઇરીગેશન એજન્સીના માલીક હારૂણ કડીવાલાએ ટેલીફોનિક વાતમાં કોઇપણ ખેડુત પાસે મેં રૂપિયા ઉઘરાવ્યા નથી. નેત્રંગ વનવિભાગના ફોરેસ્ટર હરીલાબેન વસાવાએ ડોક્યમેન્ટ સાથે રૂ.૪૦૦૦ મને આપ્યા હતા તેમ જણાવ્યું હતું, કોઇ ખેડુતોને રસીદ નહીં આપતા ખેડુતોમાં આક્રોશ જણાઇ રહ્યો છે. ખેડુતોએ ગાંધીનગર સુધી ફોરેસ્ટરની ફરીયાદ કરી છે.તેમ છતાં ભરૂચ વનવિભાગના અધીકારી પોતાની માનીતા મહિલા રાઉન્ડ ફોરેસ્ટરને બચાવા માટે પુરી તાકાત લગાવ્યા નું જાણવા મળ્યું છે.

(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
