News of Friday, 3rd January 2025
રાજપીપળાની શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે નાંદોદ તાલુકા કલામહાકુંભ-૨૦૨૫ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર ધ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નર્મદા ધ્વારા આયોજીત નાંદોદ તાલુકા કલામહાકુંભ - ૨૦૨૫ શ્રી નવદુર્ગા હાઇસ્કુલમાં યોજાઇ ગયો. જેમાં ૬૬૪ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમના ઉદ્દઘાટનમાં નર્મદા જિલ્લા આચાર્યસંઘના પ્રમુખ નિલેશભાઈ. જી વસાવા, કેમ્પસ ડાયરેક્ટર નિમેષ પંડ્યા, CRC કોર્ડીનેટર રોશનબેન તથા નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા. કલામહાકુંભમાં ગાયન, વાદન, સાંસ્કૃતિક, સાહિત્ય વિભાગ હતા અને ત્રણ ગૃપ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧થી ૫૯ વર્ષમાં નાંદોદ તાલુકાના નાગરિકો, બાળકો, શિક્ષકો અને કલાકારો ધ્વારા ખૂબ સૂંદર રજૂઆત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રીનાબેન પંડ્યાએ કર્યું અને વિશેષ માર્ગદર્શન સાંસ્કૃતિક અધિકારી દિલીપભાઈ દેસાઈ તથા ભરતભાઇ પરમાર ધ્વારા પુરુ પાડવામાં આવ્યું.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
