તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
રાજપીપળા એસટી ડેપોની બસ સમયસર નહી આવતા મુસાફરોનો હોબાળો : તાત્કાલિક બીજી બસ મૂકી
અમુક બસો બીજી જગ્યાઓ પર ફાળવતા આ ડેપોના પાસ ધારકો અને અન્ય મુસાફરો સમયસર પહોંચી શકતા નથી:રાજપીપળાથી વડોદરા અપડાઉન કરતા નોકરિયાતો કે વિદ્યાર્થીઓ અવાર નવાર મુશ્કેલીમાં મુકાઈ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપો અવાર નવાર મુસાફરો ને પડતી તકલીફ બાબતે ચર્ચામાં રહે છે પરંતુ આ માટેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી જેમાં બસ સમયસર નહી મૂકાતા વડોદરા જવા ઉભેલા મુસાફરો એ હોબાળો કરતા ડેપો સત્તાધીશો એ બીજી બસ મૂકી હતી
મળતી માહિતી અનુસાર આજે સવારે રાજપીપળાથી વડોદરા નોકરી કે અભ્યાસ અર્થે જતા પાસ ધારકો અને અન્ય મુસાફરો રોજિંદા નિત્યક્રમ મુજબ ડેપોમાં ઉભેલા હતા પરંતુ સમય નીકળી જવા છતાં રેગ્યુલર બસ પ્લેટફોર્મ પર નહી આવતા પૂછપરછ બાદ મુસાફરો એ ડેપો પર બૂમાબૂમ કરી હોબાળો મચાવ્યો હતો જેમાં કેટલાક પાસ ધારકોનું કહેવું હતું કે બસ લેટ પડે તો અમારે અભ્યાસ બગડે અને કેટલાક નોકરિયાતો જો સમયસર નહી પહોંચે તો પરત ફરવાની નોબત આવે છે માટે અમારો રોજ બગડે. જોકે હોબાળો મચ્યા બાદ ડેપો વાળા એ એક બસ મૂકતા અટવાયેલા મુસાફરોને રાહત થઈ હતી.
ડેપોમાંથી જાણવા મળ્યા મુજબ કેટલીક બસ અન્યત્ર ફાળવતા ડેપોમાં બસની અછત ના કારણે ક્યારેક અમુક રૂટની બસો નહી મૂકતા આવી સમસ્યા સર્જાય છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
