તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીના કઢાતા જાહેર સરઘસ અટકાવવા હાઈકોર્ટમાં દાખલ કરાશે PIL
પોલીસને કોઈને સજા કરવા અથવા જાહેરમાં વરઘોડા કાઢવાનો રાઇટ નથી

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી, પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં ફેરવીને સરઘસ કાઢવાનો ટ્રેન્ડ શરુ થયો છે. આ પ્રકારની કાર્યવાહી આરોપીના બંધારણીય અધિકારનો ભંગ હોવાને લઈ, ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવા સુરતના એક વકિલલે તૈયારી કરી છે. તેમણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, માનવ અધિકાર આયોગ, પોલીસ વડા DGP ને અરજી કરીને આ પ્રકારની કામગીરીને રોકવા જણાવ્યું છે.
આરોપી સામે કોઈ પણ આરોપ જ્યા સુધી અદાલતમાં સાબિત ના થાય ત્યાં સુધી તે આરોપી નિર્દોષ હોય છે. પોલીસને કોઈને સજા કરવા અથવા જાહેરમાં વરઘોડા કાઢવાનો રાઇટ નથી. આ બાબતે ડી કે બાસુ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાલના કેસમાં સુપ્રિમ કોર્ટનું જજમેંટ આવેલ છે, જેમા આરોપી ના રાઇટ અંગે અને પોલીસે તપાસ અંગેની ગાઇડ લાઇન આપેલ છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
