News of Saturday, 4th January 2025
વર્ષ ૨૦૨૪માં ૫૮.૨૫ લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવ્યા
૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીમાî સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨.૨૧ લાખ વાસીઓ આવ્યા

કેવડિયા, તા.૪: વર્ષ ૨૦૨૪માં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ૨૦૧૮મં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થયા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાએ પૂરા થયેલા વર્ષમાં ૫૮.૨૫ લાખ લોકોને આકર્ષ્યા હતા.
૩૧ ઓક્ટોબર ૨૦૧૮એ એના ઉદઘાટન પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રારંભમાં ૪.૫૩ લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જે સંખ્યા ૨૦૧૯માં વધીને ૨૭.૪૫ લાખ થઈ હતી.વર્ષ ૨૦૨૦માં કોરોના રોગચાળાને લીધે સરદારની પ્રતિમાની મુલાકાત લેનારા પ્રવાસીઓ ઓછા રહ્યા તેમ છતાં એ વર્ષ ૧૨.૮૧ લાખ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ૨૦૨૧માં ૩૪.૨૯ લાખ અને ૨૦૨૨માં ૪૧.૩૨ લાખ મુલાકાતીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે વર્ષ ૨૦૨૩માં એ સંખ્યા વધીને ૫૧.૨૦ લાખે પહોંચી હતી.
૨૦૨૪ના અંતિમ દિવસે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨.૨૧ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. આમ સરેરાશ વર્ષના છેલ્લા દિવસોમાં એક જ દિવસમાં ૭૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જેને લઈ સરકારી એસટી બસો પણ મૂકવામાં આવી હતી.દેશભરમાંથી હજારો પ્રવાસીઓએ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહયા છે. યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
