News of Saturday, 4th January 2025
થરાદ પોલીસે લક્કી ડ્રો આયોજકો સામે વધુ એક ફરિયાદ નોંધી: દીદરડા ગામે ગાયોના નામે લક્કી ડ્રોનુ આયોજન કર્યું તું
નકળંગ ગૌ સેવા ટ્રસ્ટ નામે યોજાયેલા લક્કી ડ્રોના આયોજક સુરેશ ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી: ઇનામી છેતરપિંડી અને સરક્યુલશન સ્કીમ હેઠળ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

થરાદ પોલીસે લક્કી ડ્રો આયોજકો સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. દીદરડા ગામે થોડા દિવસો પહેલા ગાયોના નામે લક્કી ડ્રોનુ આયોજન કરાયું હતું. નકળંગ ગૌ સેવા ટ્રસ્ટ નામે યોજાયેલા લક્કી ડ્રોના આયોજક સુરેશ ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદ પોલીસ પોતે ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી છે.
ઇનામી છેતરપિંડી અને સરક્યુલશન સ્કીમ હેઠળ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે પણ ખુલ્લેઆમ લકી ડ્રોની ટિકિટો વેચાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે, આયોજકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
