<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સુરતના માંગરોળના નવાપરા ગામ નજીક દારુ ભરેલ ઈકો કારે અકસ્માત સર્જયો :ચાલાક ફરાર

સ્થાનિકોએ જાણ કરતા કોસંબા પોલીસે દારૂ ભરેલ ઈકો કારનો કબજો લઇને, આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

સુરતના માંગરોળના નવાપરા ગામ નજીક દારુ ભરેલ ઈકો કારે અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જી સ્થળ પર જ ઈકો કાર મૂકીને કાર ચાલક થયો હતો. તપાસ કરવામાં આવતા ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિકોએ કોસંબા પોલીસને, દારુ ભરેલ વાનચાલકે અકસ્માત સર્જયો હોવાની જાણ કરી હતી. કોસંબા પોલીસે દારૂ ભરેલ ઈકો કારનો કબજો લઇને, આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:44 AM IST)