News of Saturday, 4th January 2025
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ કહ્યું શામળાજી તાલુકો બનાવવાની માંગણી આ વર્ષે પૂર્ણ થઇ શકશે
તેમણે એમ જણાવ્યું કે, શામળાજી તાલુકો બને તો સ્થાનિક લોકોની રોજગારી પણ વધી શકે છે. સાથે જ મુખ્યમંત્રીને ભિલોડાને નગરપાલિકાનો લાભ મળે એ માટે પણ રજૂઆત કરી છે

ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ, શામળાજી મહોત્સવમાં પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે, વર્ષ 2016 થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે, જે આ વર્ષમાં કદાચ પુરી થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, શામળાજી તાલુકો બને તો દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી શકે છે, જેથી શામળાજીનો વિકાસ થઈ શકે છે. તેમણે એમ જણાવ્યું કે, શામળાજી તાલુકો બને તો સ્થાનિક લોકોની રોજગારી પણ વધી શકે એમ છે. સાથે જ મુખ્યમંત્રી ને ભિલોડાને નગરપાલિકાનો લાભ મળે એ માટે પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમના આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં શામળાજીને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
