<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

થરા અને કંબોઈ ચોકડીએ સજ્જડ બંધ પાળીને વિરોધ:કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા ત્રણ દિવસથી વિરોધ

સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કાંકરેજને ફરીથી જૂના બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે તેવી માંગણી કરી

અમદાવાદ : નવાં વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવતાં લોકોમાં વિરોધ છે. છેલ્લા ત્રણ દિવસથી થરા અને કંબોઈ ચોકડીએ વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવીને પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કાંકરેજને ફરીથી જૂના બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે તેવી માંગણી કરી છે.

ધાનેરા તાલુકાના વાવ થરાદ જિલ્લામાં રાખવાથી લઈને ધાનેરા તાલુકાની પ્રજામાં આક્રોશ ફેલાયો છે. આજે ધાનેરા બંધનું એલાન આપ્યું છે. વેપારીઓ અને લોકો દ્વારા બંધ પાળી રેલી યોજીને મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપશે તેવું તાલુકા હિત રક્ષક સમિતિએ જણાવ્યું હતું.

(1:17 PM IST)