<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

કાલથી મહેસાણામાં ગૌશાળા-હરિદ્વાર અન્નક્ષેત્રના લાભાર્થે ભાગવત કથા

શ્રીરાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્‍થાન કુંવારવા આશ્રમ ગૌશાળા શિહોરી-બનાસકાંઠા, શ્રી સદગુરૂદેવ શ્રી ભુરાનંદ મહાયોગ કુટીર, હરિદ્વાર દ્વારા પૂ. કરૂણાનંદજી મહારાજ (કુંવારવા આશ્રમ)ના વ્‍યાસાસને આયોજન

રાજકોટ, તા., ૪: શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્‍થાન, કુંવારવા આશ્રમ, ગોશાળા (શિહોરી-બનાસકાંઠા) શ્રી સદગુરૂ દેવ શ્રી ભુરાનંદ મહાયોગ કુટીર, હરિદ્વાર દ્વારા કાલે તા. પને રવિવારથી તા.૧૧ને રવિવાર સુધી  જીઆઇડીસી કોમ્‍યુનીટી હોલ, એચ.૪, જીઆઇડીસી કોમ્‍યુનીટી હોલ એચ.૪, જીઆઇડીસી એસ્‍ટેટ ફેઝ-૧ મહેસાણા ખાતે પૂ. જલારામબાપા અને પૂ.સદગુરૂદેવ શ્રી ભુરાનંદજી મહારાજ (કુંવારવા આશ્રમ)ના આશીર્વાદથી ગૌશાળા તથા હરીદ્વારના અન્નક્ષેત્રના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પૂ. ગુરૂદેવ શ્રી કરૂણાનંદજી મહારાજ (કુંવારવા આશ્રમ)ના વ્‍યાસાસને કરાયું છે. કથાનો સમય દરરોજ બપોરના ૩ થી ૬.૩૦ સુધી રાખેલ છે. ભોજન પ્રસાદ દરરોજ સાંજે કથા વિરામ બાદ યોજાશે.

શ્રીમદ ભાગવત સપ્તાહમાં વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે. જેમાં કાલે તા. પ ને રવિવારે બપોરે ર વાગ્‍યે ર૧ર, સરોવર પ્‍લાયવુડ પાસે, જીઆઇડીસી જીઇબી ઓફીસ સામે મહેસાણા ખાતેથી નીકળશે.

તા.૮ને બુધવારે શ્રી વામન ચરિત્ર, તા.૯ને ગુરૂવારે શ્રી કૃષ્‍ણ પ્રાગટય મહોત્‍સવ, તા.૧૦ ને શુક્રવારે શ્રી ગોવર્ધનલીલા, શ્રી કૃષ્‍ણ ગોપી લીલા, તા. ૧૧ને શનીવારે સુદામા ચરિત્ર અને પરીક્ષીત મોક્ષ પ્રસંગનું વર્ણન કરાશે.

દિપ પ્રાગટયમાં કાલે કથાના મુખ્‍ય યજમાન કાન્‍તીલાલ દેવરાનભાઇ અખાણી, કથાના સહ યજમાન સુરેશકુમાર જયંતીલાલ ઠક્કર (કડી-અમદાવાદ)કથાના મુખ્‍ય ભોજન દાતા જગદીશભાઇ ઘનશ્‍યામભાઇ મજેઠીયા, કથાના મુખ્‍ય ભોજન દાતા ભગવાનભાઇ માધવલાલ નાયી, કથા મંડપ હોલના દાતા હાર્દિકભાઇ ચંદ્રકાંતભાઇ ઘેલાણી, અતિથી  વિશેષ દિનકરભાઇ ભગવાનભાઇ ઠક્કર, મહેસાણા, શ્રી જલારામ ંદીર મહેસાણા પ્રમુખ માણેકભાઇ અખાણી અને મંત્રીશ્રી સુરેશભાઇ જે.અખાણી, શ્રી જલારામ મહિલા મંડળ, મહેસાણા, પ્રમુખ લીલાબેન આર.ઠક્કર તથા મંત્રીશ્રી ઇન્‍દુબેન એચ.ઠક્કર ઉપસ્‍થિત રહેશે.

 

(2:01 PM IST)