<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ગુજરાતમાં બે મોટા અકસ્‍માતમાં ૨૦ ઈજાગ્રસ્‍ત : દેવભૂમિ દ્વારકા જતી બસ પલટી તો પ્રાંતિજ નજીક બસમાં લાગી આગ

દ્વારકા : ગુજરાતમાં અકસ્‍માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્‍યારે આજે અકસ્‍માતની બે ઘટનાઓ બની છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં આગ લાગી હતી. જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી દુર્ઘટનામાં અમદાવાદથી દેવભૂમિ દ્વારકા જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી હતી. જેમાં ૨૦ મુસાફરોને સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી.

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજનાં કતપુર ટોલ પ્‍લાઝા નજીક સુરતથી ઉદયપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી.  જો કે, સમય રહેતા તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી.પરંતુ બસ બળીને ખાખ થઈ છે. લગ્ન પ્રસંગનાં મહેમાનોને લઈ બસ સુરતથી ઉદયપુર જઈ રહી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદથી દ્વારકા જતી ખાનગી બસને કુરંગા ચોકડી નજીક અકસ્‍માત નડ્‍યો હતો. ચાલકે સ્‍ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.

આ બસમાં જઈ રહેલા ૨૦ જેટલા મુસાફરો ઈજાઓ પહોંચી હતી. જેમને ઈમર્જન્‍સી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે દ્વારકાની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યારે ૪થી ૫ લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્‍યા છે. 

(3:02 PM IST)