News of Saturday, 4th January 2025
ધોરણ ૫ માં ભણતી ૧૦ વર્ષની બાળકીને બાળક ભગાડી ગયો!
વાલીઓ માટે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : અરવલ્લીના ધનસુરાનો કિસ્સો લાલબત્તી સમાન સોશિલ મીડિયાથી પ્રેમ થતા બાળકોએ ઘર છોડયું હતું : ૧૦ વર્ષના બાળકોને પ્રેમ થઈ જતા ઘર છોડી ભાગ્યા હતા

અરવલ્લીઃ વાલીઓ માટે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માતા, પિતા તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. અરવલ્લીના ધનસુરાનો કિસ્સો લાલબત્તી સમાન છે, જ્યાં અપહરણ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ૩૧ ડિસેમ્બરે ૧૦ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. અપહરણ કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયાથી પ્રેમ થતાં બાળકી, બાળકે ઘર છોડયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ૧૦ વર્ષના બાળકોને પ્રેમ થતા ઘર છોડી ભાગ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ચોંકાવનારી ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ૩૧ ડિસેમ્બરે ધોરણ ૫માં ભણતી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સોશિલ મીડિયાથી પ્રેમ થતા બાળકોએ ઘર છોડયું હતું. ૧૦ વર્ષના બાળકોને પ્રેમ થઈ જતા ઘર છોડી ભાગ્યા હતા. ધો. ૫ની બાળકીને બાળક સાથે પ્રેમ થતા ઘર છોડયું હતું.
સોશિયલ મીડિયાના ઉપયોગથી પ્રેમ પાંગર્યો હતો. જ્યારે અન્ય ત્રણ કિશોરીઓની મદદ લઈ બાળકે બાળકીનું અપહરણ કર્યું હતું. બીજુ બાજુ, બાળકીના માતા-પિતાને સોશિયલ મીડિયા શું છે, તેની ખબર પણ નથી. આ કેસની તપાસ કરતી અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં નજીકના ગામમાંથી બંનેને ઝડપી લીધા હતા. જ્યારે પોસ્કો અને અપહરણનો ગુનો દાખલ થયો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને ઓબ્સર્વજેશન સેન્ટર ખાતે મોકલાયો હતો.
ઉલ્લેખનીય છે કે, આજના જમાનામાં તમામના હાથમાં મોબાઈલ ફોન હોય છે. યુવાન અને વળદ્ધો જ નહીં, બાળકો પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. સોશિયલ મીડિયાના ફાયદાની સાથે જ તેના અમુક નુકસાન પણ છે. પણ હવે ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની મંજૂરી લેવી પડશે. ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે વ્યક્તિગત ડિજિટલ ડેટા સંરક્ષણ અધિનિયમ નિયમો માટે ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યા છે. તેને લઈને ૧૮ ફેબ્રુઆરી સુધી આવતા વાંધા-અરજીઓના આધાર પર બેઠકમાં ફેરફાર કરવામાં આવશે. અન્યથા તેને જાહેર કરી દેવામાં આવશે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
