News of Saturday, 4th January 2025
ગુરુકુલતો ગૌરવ વંતી સંસ્કારધાત્રી સંસ્થા છે જેને હું વરસોથી ઓળખું છું.: વજુભાઇ વાળા

અમદાવાદ તા.3 SGVP અમદાવાદની શાખા રીબડા-ગુરુકુલ (રાજકોટ) ખાતે ઇન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ઇન્ડોર સ્ટેડીયમ,બાસ્કેટબોલ કોર્ટ,વોલીબોલ કોર્ટ,લોન ટેનિસ કોર્ટ,ફીટનેસસેન્ટર કોર્ટનું ઉદઘાટન કરતા ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી,રાજકોટના લોક લાડીલા અને કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઇ વાળા,સમગ્ર સ્પોર્સ કોમ્પલેક્ષના દાતા આફ્રિકા સીસલ્સના ઉદ્યોગપતિ અને કચ્છ ભારાસરના શ્રી વિશ્રામભાઇ વરસાણી.,સમગ્ર કેમ્પસના ડાયરેક્ટર શ્રીધર્મવત્સલદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆતે સ્પોર્ટસના દાતા વિશ્રામભાઇ વરસાણી અને વજુભાઇ વાળાને સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ સાફો બાંધી સ્વાગત કર્યુ હતુંત્યારબાદ ગુરુકુલના બાળકોએ સ્પોર્ટસ સોંગ અને દંગલ જેવી સાહસિક કૃતિઓ રજુ કરી ત્યારે વાલીઓ અને અન્ય શ્રોતાગણોએ તાલીઓના તાલથી વિદ્યાર્થીઓને વધાવ્યા હતા.આપ્રસંગેવેદાન્તસ્વરુપદાસજી સ્વામી,ધર્મવત્સલદાસજી સ્વામીએ સૂર્યા સ્પોર્ટસ અને સંસ્થાની માહિતી આપી હતી.આ પ્રસંગે કિકેટ કોચ અને કિકેટર વિમલ જાડેજાનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રારંગિક પ્રવચન કરી સૌ કાર્યકરોને બીરદાવ્યા હતા. અને જણાવ્યુ હતુ કે તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી કેશુભાઇ પટેલ અને વજુભાઇ વાળાનાસંયુકત સહકારથી ગુજરાત રાજય પાસેથી છારોડી ગુરુકુલને સસ્તે ભાવે જમીન અપાવી તે ભૂલી શકાય નહીં અને વિશ્રામભાઇના સ્વર્ગસ્થ પુત્ર સુર્યકાંતને યાદ કરી સૂર્યા ઇજ અવર હિરોનું સૂત્ર આપી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.હરિનંદનદાસજી મી,વેદાન્તસ્વરુવાદાસજી સ્વામી,અને ધર્મવત્સલદાસજી સ્વામી,કેવલભાઇ,જિગ્નેસભાઇ.કમલેશભાઇ સંકેતભાઇ વગેરેને બિરદાવ્યા હતા.તમામના સન્નિષ્ઠ પ્રયત્નોથી કાર્યક્રમ સફળ રહ્યા હતો.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
