<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

આપરેશન ગંગાજળ PMJAY ખ્યાતિકાંડથી વગોવાયેલા આરોગ્ય વિભાગે વધારે ચાર અધિકારીઓને રિટાયરમેન્ટ પહેલા ઘરભેગા કર્યા

ગુજરાત સરકારમા આવી ઐતિહાસિક કડકાઇ ૩૧મી જાન્યુઆરીએ નિવૃત થનારા મુખ્યસચિવ રાજકુમારે શરૂ કરાવી હતી

ગાંધીનગર : રાજ્યમાં ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ ચાર અધિકારીઓને નિવૃત્તિ પહેલા પાણીચું પકડાવી અપરિપક્વ નિવૃત કરી દેવાયા છે જેની યાદી આ મુજબ છે

(૧) જે. એચ. પટેલ, હેડ ક્લાર્ક, વર્ગ-૩, સા. આ. કે. જોડીયા, જી. જામનગરની વારંવારની ફરજ પરની બિનઅધિકૃત ગેરહાજરીના કારણે ફરજના સ્થળે કરવાની થતી વહીવટી અને નાણાંકીય કામગીરી ખોરંભે પાડીને તેમની ફરજો બજાવવામાં બેદરકારી અને નિષ્કાળજી, ફક્ત શારીરિક ઉપસ્થિતિ, કામ ટાળવાની વૃત્તિ અને ફરજ પર નિરસતા, ફરજ ૫૨ નશા ક૨વાની ટેવ તથા તેઓ વિરૂધ્ધ દાખલ થયેલ પ્રોહીબીશનનો ગુન્હો, સા. આ. કે, જોડીયાની તમામ પ્રકારની વહીવટી તથા નાણાંકીય કામગીરી સમયસર ના ક૨વી, નાણાંકીય કામગીરીના રજીસ્ટર સરકારશ્રીના નિયમોનુસાર ન નિભાવવા, સરકારી કર્મચારીને વયનિવૃત્ત થયા બાદ પણ પગાર ચાલુ રાખવા જેવી ગંભીર બેદરકારી, ચૂંટણી જેવી અગત્યની કામગીરીમાં હાજર ન રહેવાની બેદરકારી
(૨) ડી. સી. ગામીત, સીનીયર ક્લાર્ક, વર્ગ-૩, સા. આ. કે. વાવ, જી. બનાસકાંઠા સતત માંદગી સબબ લાંબી રજાઓ લઇ ફરજ પર હાજર ન રહેવા, ફરજ પરની સતત બિનઅધિકૃત ગેરહાજરી, ફરજમાં નિષ્ઠાનો અભાવ તથા સરકારી નાણાની હંગામી ઉચાપત, વહીવટી કાર્યમાં બિનકૂશળતા તથા ફરજ બજાવવાની અસમર્થતા
(૩) બી. વી. ગાંગડીયા, હેડ ક્લાર્ક, વર્ગ-3, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પાળિયાદ, જી.બોટાદની ખોટા ટી.એ. બીલ આકારવા, ફરજ પર સતત અનિયમિત રહેવા, ફરજ પર મોડા આવવા, ફરજમાં નિષ્કાળજી અને બેદરકારી દાખવવા, નાણાંકીય કામગીરી વિલંબથી કરવા, નાણાંની હંગામી ઉચાપત ક૨વા, નાણાંકીય અનિયમિતતા, નાણાંકીય હિસાબો નહી નિભાવી ફરજમાં બેદરકારી નિષ્કાળજી દાખવવાની, મન૨વી રીતે નાણાંકીય કામગીરી કરવા તથા તેઓના ૦૧/૦૪/૨૦૧૬ થી ૩૧/૦૩/૨૦૧૭ના ખાનગી અહેવાલની રીમાર્ક્સ
(૪) શૈલેષ ૨ણિકલાલ પંડ્યા, સીનીયર આસીસ્ટન્ટ વર્ગ-3, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુદામડા, જિ.સુરેન્દ્રનગરની સરકારી ખરીદીમાં સરકારશ્રી દ્વારા નિયત કરેલ પધ્ધતિનું પાલન ન ક૨વું, ખરાબ કામગીરી તથા ગેરવર્તણુંક કરવી, ફરજ દ૨મ્યાન અનિયમિતતા તથા ખોટા ટી.એ. બીલ લેવા, નાણાકીય કામગીરીમાં અનિયમિતતા તથા સાથી અધિકારી/કર્મચારી સાથે ઉદ્ધૃત વર્તન સબબ અપરિપક્વ નિવૃત કરાયા છે

 

(6:41 PM IST)