તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર
ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં હાજર કરી વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

અમદાવાદ : ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં પોન્ઝી સ્કિમ ચલાવીને કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં તેના વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
કોર્ટરૂમમાં આરોપીના 6 દિવસના રિમાન્ડની માગ કરતાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, BZ ગ્રુપમાં 11,232 રોકાણકારોએ રૂ.422.96 કરોડનું રોકાણ કર્યું છે. ભૂપેન્દ્રસિંહ આ તમામ રોકાણકારોને દર મહિને 3 ટકા વ્યાજની લાલચ આપતો હતો. જેથી અત્યાર સુધીમાં રોકાણ કારોને કેટલી રકમનું વ્યાજ આપવામાં આવ્યું, તેમ આરોપીના રોકડ વ્યવહારની તપાસ જરૂરી છે.
આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક થી પાંચ લેવલના એજન્ટોની નિમણૂંક કરી હતી. આવા કેટલા એજન્ટો છે અને તે કોણ-કોણ છે તેમજ તેઓને કેટલું કમિશન આપવામાં આવ્યું? તેની તપાસ કરવી જરૂરી છે.
બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલએ રિમાન્ડની વિરુદ્ધ દલીલ કરતા રજૂઆત કરી હતી કે, માર્કેટિંગ ચેઈનમાં સૌથી નીચે રહેલા માણસને શોધવા માટે સૌથી ઉપર રહેલા વ્યક્તિની હાજરી જરૂરી નથી. આથી આરોપીના વધુ રિમાન્ડ જરૂરી નથી. જો કે કોર્ટે બન્ને વકીલોની દલીલો સાંભળ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
