તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
સુરતમાં એરપોર્ટના બાથરૂમમાં CISF જવાને કર્યો આપઘાત: બંદૂકથી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું
મૂળ રાજસ્થાનના વતની કિશનસિંહને 2022થી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત કરાયા હતા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેતા કિશનસિંહ નામના CISF જવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કિશનસિંહે એરપોર્ટના બાથરૂમમાં પુરાઈને પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના વતની કિશનસિંહને 2022થી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા. આજે બપોરના સમયે કિશનસિંહ પોતાના સાથી કર્મચારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. જે બાદ અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા હતા અને પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી હતી.
બાથરૂમમાંથી ગોળીનો અવાજ આવતા અન્ય CISF જવાનો પણ દોડી આવ્યા હતા. જો કે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે તૂટ્યો નહતુ. આથી CISFના અન્ય જવાને છત પરથી કૂદકો મારીને બાથરૂમમાં ઉતર્યા હતા. જે બાદ કિશનસિંહને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતુ.
હજુ સુધી કિશનસિંહે ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં મૃતક કિશનસિંહના એક વર્ષ અગાઉ જ લગ્ન કર્યાં હતા.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
