News of Saturday, 4th January 2025
કાંદરોજ ગામે ગાંજો ઉગાડી ધંધો કરનાર શખ્સને અદાલતે 5 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો
આરોપી ફક્કડ મહારાજ પોતાના કબજાની જગ્યામા ગેરકાયદેસર માદક ગાંજો ઉગાડતા પોલીસે 14.22 લાખના ગાંજા સાથે ઝડપી પાડયો હતો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા કાંદરોજ ગામ ખાતે રહેતો પરપ્રાંતીય ફક્કડ મહારાજ ઉર્ફે રામદાસ મહારાજ લોધી ને પોલીસે ગાંજાના વાવેલ છોડ સાથે ઝડપી પાડયો હતો તેની ભોગવટાની જગ્યામાથી પોલીસે ગાંજો ઝડપતા નાર્કોટિક્સ ની ધારાઓ હેઠળ તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ આ કેસ નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફકકડ મહારાજ ઉર્ફે રામદાસ મહારાજ નાનુભાઈ લોઘી (હાલ રહે.કાંદરોજ પટેલ ફળીયુ, આનંદ ટેકરી જી. નર્મદા)નાઓને એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(બી), ૨૦ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી એડી.સેસન્સ જજ એ.વી.હીરપરા નાઓએ આરોપીને ગુનેગાર ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦/- દંડની સજાનો હુકમ કર્યો છે.
આ ફરિયાદ વખતની હકીકત મુજબ આ આરોપીએ ગેરકાયદેર વગર પાસ પરમીટનો પોતાના ભોગવટાના રહેણાંક મકાન તથા કુટીરની આજુબાજુમાં આવેલ પોતાના કબ્જા ની જમીનમાં બિન અધિકૃત રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ ઉગાડી વેચાણ કરવાના આશયથી ગાંજાનું વાવેતર કર્યું હતુ જે ગાંજાના છોડ નંગ-૫૨૪ જેનું વજન ૨૩૭ કિ.ગ્રામ કીંમત રૂ.૧૪,૨૨,૦૦૦ ના જથ્થા સાથે તેને પોલીસે ઝડપી પાડયો હતો.
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એ.વી.હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી. એસ.એકટની કલમ ૮(સી) સાથે તકસીરવાન ઠેરવી પાંચ(૫) વર્ષની કેદની સજા અને રૂ.૫૦,૦૦૦/- નો દંડની સજાનો હુકમ કર્યો હતો
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
