તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
એકતાનગર નવી-બી બિલ્ડીંગ ખાતે કામ કરતાં કામદાર નીચે પટકાતા બેભાન હાલતમાં વડોદરા સારવાર હેઠળ
ચોથા માળથી દાદર ઉતરતા આ કામદારને ગંભીર ઇજા થઈ તો શું એજન્સી કામદારોને સુરક્ષાના સાધનો આપતી નથી?

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં અનેક સરકારી ખાનગી બાંધકામો અને રોડ રસ્તાના કામો ચાલે છે પરંતુ નિયમોનુસાર જે તે એજન્સી કે કોન્ટ્રાકટરો પોતાના કામદારો માટે સુરક્ષા બાબતે કાળજી લેતા નથી જેમાં ક્યારેક કોઈ કામદાર અકસ્માતની ઘટનાનો ભોગ બનતા મોતને ભેટે છે અથવા ઇજાગ્રસ્ત થાય છે.
ગતરોજ એકતાનગર નવી-બી બિલ્ડીંગ ખાતે કામ કરતાં એક કામદાર નીચે પટકાતા ગંભીર ઇજા બાદ વડોદરા સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જેમાં મળતી વિગતો અનુસાર ફુલજીભાઇ પુનાભાઇ તડવી (રહે.-ગડોદ મંદીર ફળીયુ તા-ગરુડેશ્વર જી-નર્મદા) નાઓ એ એકતાનગર પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પૌત્ર અજયભાઇ સુરેશભાઇ ઉર્ફે ભીખાભાઇ તડવી નાઓ એકતાનગર નવી-બી બિલ્ડીંગ ખાતે કામ કરવા ગયેલ અને જ્યા બિલ્ડીંગના ચોથા માળે દાદર ઉતરતો હતો ત્યારે પડી જતા માથાના પાછળ ના ભાગે અને શરીરે ઇજાઓ થતા પહેલા એકતા નગર દવાનાખે તથા સીવીલ હોસ્પીટલ રાજપીપલા તથા વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં એ બેભાન અવસ્થામાં છે
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
