તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
PM-કુસુમ સૌરપંપ આપવાની યોજનામાં ગોટાળા મુદ્દે ભરૂચ દિશા બેઠકમાં સાંસદે અધીકારીઓનો ઉઘડો લીધો
ફોરેસ્ટરએ રૂ.૬૦૦૦ ઉઘરાવ્યા અને ખેરનું કટીંગ કરનાર અધીકારી સામે કાયઁવાહીના આદેશ અપાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને ભરૂચ આયોજન ભવનમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોડીનેશન મોનીટરીંગ કમટીની (દિશા) ની બેઠક યોજાઈ હતી.જેમાં વાલીયા તા.પંચાયતના પુવઁપ્રમુખ સેવંતુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, નેત્રંગ તાલુકામાં PM-કુસુમ સૌરપંપ આપવાની યોજનામાં સન ૨૦૨૩ માં ૯૦ અરજી થઈ હતી.પરંતુ માત્ર ૦૯ સૌરપંપ અપાયા છે, અને આ વષઁ ૫૨૪ અરજી થયેલી હોવા છતાં માત્ર ૪૨ ખેડુતોને પસંદ કરવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી સૌરપંપ આપવામાં આવ્યા નથી, અને જે સૌરપંપ ફિટ કરાયા તે સૌરપંપ ગુણવત્તા વગરના છે.
આ મુદ્દે ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ ખુલાશો માંગતા કોઈ અધીકારીઓ જવાબ આપી શક્યા નહતા. ભરૂચ DFO આર.ડી જાડેજા બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.ત્યારે દ.ગુજરાત વીજકંપની ના અધિકારીએ જણાવ્યુ હતું કે, આ યોજના વનવિભાગ અમલ કરી રહી છે.અમને આ યોજના વિશે માહિતી જ નથી તેવા સંજોગો માં સાંસદે જવાબદાર તમામ અધીકારીઓનો ઉઘડો લેતા જણાવ્યું હતું કે, PM-કુસુમ સૌરપંપ યોજના કેન્દ્ર સરકારની છે.ગરીબ આદિવાસી ખેડુતોને સિંચાઈનો લાભ મળે અને આદિવાસીનો વિકાસ થાય તે માટેની યોજના છે.અધીકારીઓને ગંભીરતા જ નથી, ત્યારે ભરૂચ કલેકટર ગૌરંગ મકવાણા જણાવ્યું હતું કે, સૌરપંપ ફિટ કરનાર એજન્સી કોણ છે આ યોજનાની દેખરેખ કોણ રાખે છે તેવા તપાસના આદેશ આપતા ખળભરાટ મચી જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નેત્રંગ વનવિભાગના ફોરેસ્ટરે આદિવાસી ખેડુતોને છેતરીને ખેડુતદીઠ રૂ.૬૦૦૦ ઉઘરાવ્યાનું પ્રક્રરણ બહાર પડ્યું છે.PM-કુસુમ સૌરપંપની યોજના સાથે વનવિભાગના કોઈ લેવાદેવા જ નથી.તો શા માટે રૂપિયાની ઉઘરાણી કરી તે પણ તપાસનો વિષય છે.
: નેત્રંગના જંગલવિસ્તારમાંથી ખેરનું કટીંગ કરનાર સામે કાયઁવાહી કરો : સાંસદ મનસુખભાઇ વસાવા
નેત્રંગ તાલુકાના બે મહિનાની અંદર જ કોયલીમાંડવી માંથી ૨૮ ખેર અને મીરાપુર જંગલમાંથી ૪૦ ખેરનું કટીંગ થયું છે.તેવા સંજોગોમાં ગેરકાયદેસર ખેરનું કટીંગની તપાસ થવી જોઈએ, અને તેમાં સામેલ લાકડા ચોરો સામે કાયઁવાહી થવી અત્યંત જરૂરી છે
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
