<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ માટે જિલ્લાના 24 હોદેદારો પ્રમુખની રેસમાં

રાજપીપળા કમલમ ખાતે 25 ફોર્મ માંથી 24 ફોર્મ ભરાતા ભારે રસાકસી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ માટે 24 ઉમેદવારો મેદાનમાં આવ્યા. શનિવારે સવારથી કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારી નોંધાવાની ભીડ જામી, એક વાગ્યાં સુધીના નિયત સમયમાં 24 ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે.  હવે પાર્ટીની ગાઇડ લાઇન પ્રમાણે ફોર્મ ચકાસવામાં આવશે. અને ત્રુટી વાળા અને પાર્ટી વાઇડલાઇનમાં ના આવતા હોય એવા ફોર્મ રદ થશે બાદમાં આ નામો પ્રદેશ કક્ષાએથી કેન્દ્ર લેવલ પર નક્કી પણ થઈ શકે છે. આ પ્રક્રિયા ને એક સપ્તાહ જેટલો સમય લાગશે.

    નર્મદા જિલ્લામાં તાલુકા પ્રમુખોની વરણી બાદ હવે જિલ્લા પ્રમુખને લઇ કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપના સંગઠન પર્વ 2024 અંતર્ગત તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશ કક્ષાએથી થઇ ગઈ હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે ત્યારે નર્મદા જિલ્લાનાં ભાજપના નવા પ્રમુખની નિયુક્તિ કરવાની પ્રક્રિયા શરૂ કરી ફોર્મ મંગાવ્યા છે. પાર્ટીની સૂચના મુજબ નર્મદા જિલ્લા માટે 25 ફોર્મ વહેચાયા હતા જેમાં 24 હોદેદારોએ નર્મદા પ્રમુખ ભાજપ ના પ્રમુખ થવા પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રમુખ જાહેર થયા બાદ તેઓ પોતાનું અલગ સંઘઠન બનાવશે
અત્રે ઉલ્લેખની છે કે જિલ્લા ના ભાજપ પ્રમુખ માટે પાર્ટી એ કેટલાક નિયમો મૂક્યા છે.જેમાં જિલ્લા પ્રમુખના દાવેદારી માટે વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, સાથે મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા, પ્રદેશ સ્તરે જીલ્લા, પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ ફરજીયાત કરેલું હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. જે જીલ્લા પ્રમુખ સતત બે ટર્મ જીલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. જિલ્લામાં 24 જેટલા ઉમેદવારો પ્રમુખ ની રેશમા છે. વર્તમાન પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજેશ વસાવા, મહામંત્રી નીલ રાવ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ અરવિંદ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, ઉપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ શંકર વસાવા, પર્યુષા બેન વસાવા અને પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય કિરણ વસાવા, મહિલા મોર્ચા પ્રમુખ જયશ્રી ધામેલ, પ્રકાશ વ્યાસ, પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રકાંત લુહાર, બિલ્ડર રોશન પટેલ, રાજપીપળા ના હિમાંશુ દેસાઈ, નીતિન પટેલ દીવાનજી પટેલ સહિત ના 24 જેટલા ઉમેદવારો જિલ્લા ભાજપ પ્રમુખ ની રેશમા છે. જોકે લોકોએ દાવેદારી નોંધાવી છે. પરંતુ પાર્ટી જેને પણ પ્રમુખ બનાવે તમામ સભ્યો તેમને સ્વીકારી મજબૂત સંઘઠન જિલ્લા માં કરશે

(10:18 PM IST)