<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

સાબરકાંઠામાં BZમાં કૌભાંડમાં તપાસનો ધમધમાટઃ BZ પોન્ઝી સ્કીમમાં ભૂપેન્દ્ર ઝાલાના વધુ રિમાન્ડ મંજૂરઃ રપ૦ કરોડનુ બિનહિસાબી ટ્રાન્‍ઝેકશન ઝડપાયુ

કૌભાંડીએ લોકો પાસેથી 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યાઃ 1 હજાર 286 રોકાણકારની એન્ટ્રીનો કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી

અમદાવાદઃ BZ પોન્ઝી સ્ક્રીમમાં તપાસ તેજ બની છે. સીઆઈડી ક્રાઈમે BZ ની વેબસાઈટમાં તપાસ કરી છે. તેમજ વેબસાઈટમાં 11 હજાર 232 રોકાણકારોની એન્ટ્રી સામે આવી છે. તેમજ 1 હજાર 286 રોકાણકારની એન્ટ્રીનો કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી.

કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જ્યારે 172 કરોડ રૂપિયા આપવાના બાકી દર્શાવ્યા હતા. બાકીના રૂપિયા ક્યાં ગયા તેની તપાસ થઈ રહી છે. કૌભાંડી ભૂપેન્દ્રએ 40 મોબાઈલ ફોન ખરીદ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ આરોપીઓ 12 હજાર 518 સ્ટેમ્પ પેપર પણ ખરીદ્યા હતા.

Bz કૌભાંડ કેસમાં ભૂપેન્દ્ર ઝાલાના વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે 7 જાન્યુઆરી બપોરના ૩ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઈડી ક્રાઈમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કર્યો હતો. ભૂપેન્દ્ર ઝાલાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે 7 જાન્યુઆરી બપોરના ૩ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઇડી ક્રાઈમે 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

(11:18 AM IST)