હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુહા નજીક ખાનગી બસ પલટીઃ સાથી ડ્રાઇવરનું મોત, પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
બસના ડ્રાઇવરે સર્પાકાર બસ હંકારતા કુહા ગામના પાટિયા નજીક અકસ્માત થયો હતોઃ ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરે પૂરઝડપે બસ હંકારી હતી

અમદાવાદ, તા.૫,
ઇન્દોરથી અમદાવાદ આવતી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરે પૂરઝડપે બસ હંકારી હતી. બસના ડ્રાઇવરે સર્પાકાર બસ હંકારતા કુહા ગામના પાટિયા નજીક અકસ્માત થયો હતો. બસ ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત થતાં બસ પલટી ગઇ હતી. બસમાં બેઠેલા કેટલાક પેસેન્જરો ભટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. બસમાં સવાર અન્ય સાથી ડ્રાઇવરનું આ બનાવમાં મોત નિપજ્યુ હતું. આ મામલે કણભા પોલીસે બસ ડ્રાઇવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગર મહુવાના અબ્બાસ સૈયદ કામથી ઇન્દોર ગયા હતા. ત્યાંથી પરત આવવા માટે તેમણે ઓનલાઇન ટ્રાવેલ્સ બસ બુક કરાવી હતી. બે દિવસ પહેલાં તે રાહુલ ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે બસનો ડ્રાઇવર ઓવરસ્પીડમાં સર્પાકાર બસ હંકારી રહ્યો હતો. તેવામાં અમદાવાદ નજીક કુહા ગામના પાટિયા પાસે બસ પલટી ગઇ હતી. તેથી બસમાં બેઠેલા કેટલાક પેસેન્જરોને નાની મોટી ઇજા થઇ હતી. બસના અન્ય ડ્રાઇવર નવશાદ શેખનું મોત નિપજ્યુ હતું. કણભા પોલીસે ડ્રાઇવર મુકેશ કુમરે (રહે. મધ્ય પ્રદેશ)સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ રાજસ્થાનના ૪૮ વર્ષીય શાંતિલાલ પરમાર શીલજ ઠાકોરવાસમાં રહેતા હતા. તા.૨૭ ડિસેમ્બરે તે થલતેજના હિંદ સુપર માર્કેટ પાસેથી બાઇક લઇને પસાર થતા હતા ત્યારે અચાનક બમ્પ આવી જતા તેમનું બાઇક ફંગોળાઇને સ્લીપ થતાં શાંતિલાલ પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. શાંતિલાલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાનમાં ગુરુવારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
