હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મત માટે ભાજપ સરકાર જુઠાણાનો વેપાર ચલાવે છેઃ શકિતસિંહજી ગોહીલના પ્રહારઃ દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢી બતાવોઃ મેવાણીનો પડકાર
બોટાદ જિલ્લાના ગઢડામાં તાલુકા કોંગ્રેસ દ્વારા સભા યોજાઇ

ભાવનગર,: બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી અમરેલીની ઘટનામાં પાટીદાર સમાજની દિકરીને ભરબજારમાં વરઘોડો કાઢી અપમાનિત કરવામાં આવી હતી. આ બાબતનો ઉલ્લેખ કરીને તેમણે ગૃહ રાજ્ય મંત્રીને પડકાર ફેંક્યો હતો કે, સુરત વિગેરે શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢે તો માનીએ. તેમણે બંધારણ સર્વોપરી હોવાનું અને ન્યાયની લડત માટે સંઘર્ષ કરતા રહેવા કાર્યકરોને જણાવ્યું હતુ.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સભામાં ભાજપ સરકારની નીતિ રીતી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મત માટે ભાજપ સરકાર જૂઠાણાનો વેપાર ચલાવે છે. વીસ વર્ષ પહેલા કપાસ 1400 રૂપિયામાં વેંચાતો ત્યારે ભાજપના લોકો કિસાનોની આવક બમણી કરી દેવાની વાત કરતા હતા. બાદમાં, ડીઝલ, દવા, ખાતરનો ભાવ વધતા ખર્ચ અનેકગણો વધ્યો હોવા છતાં કપાસના ભાવ વધ્યા નથી, ઉલ્ટાનું જી.એસ.ટી.ના મારથી ખેડૂતોની કમર તૂટી છે. ઉદ્યોગ જરૂરી છે પરંતુ ખેતી પ્રધાન દેશમાં ખેતીના ભોગે ઉદ્યોગો ન હોવા જોઈએ તેમ જણાવ્યું હતું.
સાંપ્રત રાજ્યમાં બનેલી સાંપ્રત ઘટનાઓનો ઉલ્લેખ કરી પેપર ફોડનારા, ડ્રગ્સની હેરાફેરી કરનાર, બળાત્કાર કરનારા કોના કાર્યકરો નિકળ્યા હોવાનું જણાવી રામના નામે ચરી ખાતાઓને પ્રજાએ ઓળખી લેવા અને સત્યને ઉજાગર કરવા પણ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
