હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
બનાસકાંઠા વિભાજન મુદ્દે વિરોધ વધ્યોઃ અલગ જીલ્લો જાહેર ન થતા દિયોદરમાં આજે બિનરાજકીય જાહેર સભા
કોંગ્રેસ-ભાજપના આગેવાનો સહિત સ્થાનીકો જોડાશેઃ ભારે રોષ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં આજે બિનરાજકીય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે..જાહેર સભામાં કોંગ્રેસ ભાજપ સહિત સ્થાનિક લોકો જોડાશે દિયોદરને જિલો જાહેર ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બે દિવસ પહેલા પણ દિયોદર ના વેપારીઓએ ધંધા રોજગાર બંધ પાળી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
નવા વર્ષમાં રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. જેમાં અસમતોલ વિભાજન અને સ્થાનિક લોકોના મત જાણ્યા વિના વિભાજન કરી દેવાયું હોવાના સૂર ઉઠ્યા છે.
નવરચિત જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે.ગત રોજ ધાનેરાવાસીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
