હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેશનલ હાઈવે ઉપર સુરત પાસે પાંચ વાહનો એકબીજા સાથે અથડાતા ચક્કાજામ
માંગરોળના ધામડોદ પાસે બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ, સદનસીબે જાનહાનિ નહીં થઈ

સુરત, તા.૫,
મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર સુરતના માંગરોળ પાસેના ધામદોડ પાટિયા નજીક એક એવો અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જો કે સારી વાત એ રહી કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.મળતી માહિતી મુજબ, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સુરતના માંગરોળમાં ૫ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ૨ ટ્રક અને ૩ કાર વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદથી મુંબઇ તરફ જતા માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
વાહનોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જાય છે. આજે સોમવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. રાજ્યમાં અકસ્માતની વણઝાર સર્જાઈ છે. રાજ્યમાં અલગ અલગ અકસ્માતે મોતની ચાર ઘટના સર્જાઈ.સુરતમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર એકસાથે ૫ વાહનોને અકસ્માત નડ્યો છે.
અકસ્માતની ઘટનામાં ૨ ટ્રક, ૩ કાર વચ્ચે અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. અલબત્ત, ત્રણ કારમાં બેઠેલા મુસાફરોને નાની-મોટી ઇજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે વાહનોમાં ભારે નુકશાન થયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
