<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

અમદાવાદમાં ભાડે ચાલતી રેપીડો બાઈક અને અન્ય રાઇડ પર પ્રતિંબધ : RTOનો કોમર્શિયલ બાઈક અંગે મોટો નિર્ણય

રીક્ષા યુનિયનની ફરિયાદના આધારે કાર્યવાહી:આવા વાહનોથી ટ્રાફિક નિયમ ભંગ અને રીક્ષા ચાલકોને નુકશાન થતું હોવાની ફરિયાદ ;અગાઉ પણ RTOએ ઉબર ટેક્સી રેપીડો પર પ્રતિબંધ મૂક્યો હતો

અમદાવાદ RTOએ કોમર્શિયલ બાઈક અંગે મોટો નિર્ણય લીધો છે. કોમર્શિયલ ઉપયોગમા લેવાતી ટુવ્હીલર પર એક માસ સુધી પ્રતિબંધ મુક્યો છે. કોમર્શિયલ ઉપયોગમાં નોન કોમર્શિયલ વાહન ઉપયોગ કરતા કાર્યવાહીનો સપાટો બાલાવવામાં આવ્યો છે. ત્યારે હવે એક મહિના સુધી રેપીડો બાઈક પર પ્રતિબંધ મુક્યો છે

   ભાડે ચાલતી રેપીડો બાઈક અને અન્ય રાઇડ પર પ્રતિંબધ મુક્યો છે. સફેદ નંબર પ્લેટના વાહનોનો ઉપયોગ કરાતા કાર્યવાહી કરવામાં આવી છે. રીક્ષા યુનિયનની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આવા વાહનોથી ટ્રાફિક નિયમ ભંગ અને રીક્ષા ચાલકોને નુકશાન થતું હોવાની પણ ફરિયાદ થઈ હતી

  અગાઉ પણ અમદાવાદ RTOએ ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપીડોને પર પ્રતિબંધ મુક્યો હતો. RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હતી. RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપીડોના વાહનો રોડ પર દેખાશે તો જપ્ત કરાશે તેવી સુચનાઓ પણ આપી હતી. મે 2023ની આ વાત છે


 

(6:21 PM IST)