<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા જીવેલણ દોરી સામે રક્ષણઃ 1 હજાર ટૂ-વ્હીલરમાં સેફ્ટી તાર લગાવ્યા

ઉતરાયણમાં કોઇ ટૂ-વ્હીલર ચાલકને ગળામાં ઇજા ન પહોંચે એ માટે વિના મૂલ્યે ટૂ-વ્હીલરમાં સેફ્ટી તાર લગાવવાનો કાર્યક્રમ યોજાયો

વડોદરા : ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ટૂ-વ્હીલર ચાલકોને ઇજા થવાના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આ વખતની ઉતરાયણમાં કોઇ ટૂ-વ્હીલર ચાલકને ગળામાં ઇજા ન પહોંચે એ માટે વિના મૂલ્યે ટૂ-વ્હીલરમાં સેફ્ટી તાર લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધુ ટૂ-વ્હીલરમાં સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા.

શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આજે સવારે સેફ્ટી તાર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ટૂ-વ્હીલર ચાલકો આવ્યા હતા. સેફ્ટી તાર લગાવવાની સાથો સાથ ચાઈનીઝ દોરી, ગુબ્બારાનો ઉપયોગ ન કરવો તેવા પોસ્ટર સાથે ઊભા રહી જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરો જયભાઈ કાપડિયા, પ્રીતિ અગ્રવાલ, ભાવિન સોની, અનુદીપ શેઠ, વિજય શર્મા, દિનેશ ફિટર, રવિ અગ્રવાલ, નિલેશ રાઠોડ, આશિષ નાગર, મનીષ અગ્રવાલ, રોહિત અગ્રવાલ, મહેશ અગ્રવાલની મહેનતથી માત્ર બે કલાકમાં જ 1000 ટુ વ્હીલરમાં સેફ્ટી તાર લગાવી આપવામાં આવ્યા હતા. શનિદેવ ફાઉન્ડેશન હંમેશા ધાર્મિક, સામાજિક અને રમતગમત ક્ષેત્રે કામ કરે છે. અને આગળ પણ આ કાર્ય ચાલુ રાખશે. સેફ્ટી તાર લગાવવા આવનાર લોકોએ કાર્યક્રમની સરાહના પણ કરી હતી.

(6:46 PM IST)