હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતની સોસાયટીમાં ઘર નજીક રમતી બે બાળકીઓની છેડતી :તેડીને શારીરિક અડપલા : કરતૂત CCTVમાં કેદ
ફૂટેજના આધારે પોલીસે ગુનો દાખલ કરીને 26 વર્ષીય નરાધમને પકડીને જેલમાં ધકેલ્યો

સુરત : શહેરના ઉન પાટીયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘર નજીક રમતી બે બાળકીઓની છેડતી કરવામાં આવી છે, એક યુવક દ્વારા બાળકીઓને તેડીને શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજના આધારે પોલીસે ગુનો દાખલ કરીને 26 વર્ષીય નરાધમને પકડીને જેલમાં ધકેલ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 2 જાન્યુઆરીના રોજ ઉન પાટીયા વિસ્તારમાં કેટલાક બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. આ સમયે એક યુવક ત્યાં આવ્યો હતો, જેણે ત્યાં રમતી બે બાળકીઓને રમાડવાના બહાને તેડી લીધી હતી. જે બાદ બન્ને સાથે શારીરિક અડપલા કર્યા હતા.
આ મામલે બાળકીઓના પરિવારને જાણ થતાં ત્યાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં યુવકની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આખરે સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ મથકે પહોંચ્યો હતો.
ભેસ્તાન પોલીસે તપાસના અંદે મોહમ્મદ નાઝીર અન્સારી (26) નામના યુકને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંચા ખાતામાં નોકરી કરતો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ BNS અને પોસ્કો એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
