<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

અમદાવાદ પતંગની દોરી બાઇકચાલકોની ગરદન કાપે નહીં એ માટે પોલીસનું જાગ્રૃતિ અભિયાન

ગુજરાતમાં લાંબો પતંગોત્સવ અમદાવાદમાં થતો હોવાથી ગંભીર અકસ્માતો રોકવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની ટિમ દ્વારા અભિયાન

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે...
 નજીકના ભવિષ્યમાં મકરસંક્રાતિ ના તહેવાર હોય, લોકોની સલામતી માટે મણિનગર પોલીસ તથા ઈસનપુર પોલીસ દ્વારા વાહનો ઉપર ગાર્ડ લગાડવાની કામગીરી કરવામાં આવેલ છે અને ઝોન 06 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સેંકડો વાહન ચાલકોના વાહનમાં. સલામતી માટે લોખંડના તાર ના ગાર્ડ લગાડવામાં આવેલ છે...
  અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા મકરસંક્રાતિના તહેવારોમાં પોલીસ જવાનો, ફેરિયાઓ તેમજ સ્વીગી, જોમેટો, બ્લિંકિટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, જેવી કંપનીના ડિલિવરી બોય, વિગેરે સતત રોડ ઉપર રહેતા લોકોને પતંગની દોરીથી ઇજા થવાનો વધારે ભય હોય, રોડ ઉપર ફરતા આવા લોકોને એકત્રિત કરી, તેઓના વાહનો ઉપર ગાર્ડ લગાડવા સૂચનાઓ કરવામાં આવેલ છે.

   જે અનુસંધાને તમામ પોલીસ સ્ટાફના વાહનો ઉપર ગાર્ડ લગાડ્યા બાદ જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ, પીએસઆઈ એસ. આઈ. પટેલ તથા સ્ટાફ દ્વારા સામાજિક સંસ્થા ના સહયોગથી જોમેટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા સ્ટાફના આશરે 50 જેટલા લોકોને તેઓના મોટર સાયકલ ઉપર લોખંડના તાર ના ગાર્ડ નખાવી, પતંગની દોરી સામે સલામતીની વ્યવસ્થા કરવા આવેલ હતી. 

  ઉપરાંત, પોલીસ દ્વારા મકરસંક્રાતિના તહેવારોમાં સાવચેતી રાખવા માટેના પોષ્ટરો બનાવી, રોડ ઉપર લોકો વાંચી શકે તે રીતે હાથમાં રાખી, લોકોને સાવચેત રાખવા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત રોડ ઉપર રહેલા લોકોની ચિંતા કરી, સુરક્ષા સાથે સલામતીની વ્યવસ્થા  કરી આપવા બદલ અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ દ્વારા સતત રોડ ઉપર રહેલા લોકોની ચિંતા કરી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું....


 

(8:20 PM IST)