હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતમાં 25 વર્ષીય કબડ્ડીના સ્ટેટ લેવલ ખેલાડી જય પ્રજાપતિનું આકસ્મિક મોત
સવારે જિમમાંથી આવીને ઘરે સોફા પર ચા પીતા-પીતા જ ખેલાડી ઢળી પડ્યો : સાંજે પરિવાર ઘરે આવ્યો ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો

સુરતમાં 25 વર્ષીય કબડ્ડીના સ્ટેટ લેવલ ખેલાડીનું આકસ્મિક મોત થયું છે.સવારે જિમમાંથી આવીને ઘરે સોફા પર ચા પીતા-પીતા જ ખેલાડી ઢળી પડ્યો હતો. સાંજે પરિવાર ઘરે આવ્યો, ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ખેલાડીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો જય મુકુંદભાઈ પ્રજાપતિ (25) સ્ટેટ લેવલનો કબડ્ડી પ્લેયર હતો. સુરતની ટીમમાંથી રાજ્યકક્ષાની મેચ રમતા જયના પિતા ફર્નીચરનું કામ કરતા હતા.
સવારે રાબેતા મુજબ જય કબડ્ડી રમીને જિમ કરીને ઘરે આવ્યો હતો. જે બાદ ન્હાવા માટે પાણી મૂકી ચા લઈને હોલમાં રહેલા સોફા પર બેઠો હતો. જ્યારે તેના પરિવારજના સભ્યો કામ અર્થે બહાર હતા. સાજે પરિવાર ઘરે પરત ફર્યો, ત્યારે જય સોફા પર બેભાન હાલતમાં ઢળેલો જોતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જયના પરિવારને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બાબતે મૃતકના પિતરાઈ સૉલ્વિન પ્રજાપતિએ જણાવ્યું કે, જય સવારે જિમમાંથી ઘરે આવ્યો હતો અને ચાનો કપ લઈને સોફા પર બેઠા બાદ ત્યાં જ ઢળી પડ્યો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો ઘરે આવ્યા, ત્યારે તે સોફામાં ઢળી પડેલો હતો. જય કબડ્ડીનો સારો ખેલાડી હતો અને દેશ માટે મેડલ લાવવાની તેની ઈચ્છા હતા. જયને સ્વાસ્થ્ય સબંધિત બીજી કોઈ તકલીફ નહતી. હાલ તો અમને હાર્ટ એટેકથી જયનું મોત થયું હોવાનું લાગી રહ્યું છે. જો કે પોસ્ટમોર્ટમ બાદ સાચુ કારણ સામે આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
