હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંસદ મનસુખભાઈ વસાવાની અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના દક્ષિણ ઝોનનાં કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભરૂચ સાંસદ અને હંમેશા સત્ય માટે લડતા મનસુખભાઈ વસાવા ની અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના દક્ષિણ ઝોનનાં કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક થતા સંઘના હોદ્દેદારો અને સભ્યોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે
આ મુદ્દે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ (ટેકનિકલ) ચિરાગ ભાઈ શાહ સાથે સુરત,વાપી, નવસારી, વલસાડ, ભરૂચ તથા રાજપીપળાના પ્રતિનિધિઓ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, ભરૂચ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
GUVNL, GSECL, GETCO, UGVCL, PGVCL, MGVCL, DGVCL ની સાત કંપની ના વર્ગ ૪ થી ૧ ના આશરે પચાસ હજાર જેટલા કર્મચારીઓ માંથી ફક્ત એકજ યુનિયનમાં ૩૦ હજાર જેટલા કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નામના ટ્રેડ યુનિયનના દક્ષિણ ઝોન નાં કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી નિમણુંક કરવા આવી છે તે બદલ સૌનો ખુબ ખુબ આભાર. આ પ્રસંગે મારું શાલ ઓઢાડી સન્માન કરવા બદલ વિદ્યુત સંઘના પદાધિકરીઓ અને સભ્યો નો હું આભાર વ્યક્ત કરું છું.અને આ જવાબદારી હું પૂરી નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે નીભાવિશ તેવો વિશ્વાસ વ્યક્ત કરું છું.
સાથે સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ (ટેકનિકલ) ચિરાગ શાહ એ જણાવ્યું કે મનસુખભાઈ વસાવા જેવા આખાબોલા રાજકીય નેતા અને સાંસદ સભ્ય જો અમારી સાથે હશે તો અમારી સાથે થતા અન્યાય કે પડતર માંગણીઓ ના અમારા સાચા પ્રશ્નો નું ચોક્કસ નિરાકરણ આવશે. માટે અમારા સંઘ સાથે મનસુખભાઈ જોડાતા એમને ખૂબ આનંદ થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
