<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

રાજપીપળા ગાર્ડનમાં દાબેલીમાં નીકળેલી જીવાત બાદ પાલિકાએ લારી વાળાને બાહેધરી લખી આપવા સુચના આપી

સરકારી કર્મચારીની દાબેલીમાં જીવાત નિકળ્યા બાદ પાલિકાએ લારી જપ્ત કરી :છ મહિના માં બે વખત આ જ લારીની દાબેલીમાં જીવાત નિકળવાની ઘટના બાદ પાલિકાએ બાહેધરી આપે તો લારી ચાલુ કરવા જણાવ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરના ગાર્ડનના ચાલતી એમપી દાબેલીની લારી પર ખાવા ગયેલા એક સરકારી કર્મચારીની દાબેલીમાંથી જીવાત નીકળતા કર્મચારીએ આ માટે પાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર ને જાણ કરતા પાલિકા ટીમે આ લારી જપ્ત કરી હતી.

  કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ ગિરિરાજ ખેરના જણાવ્યા મુજબ લારી જપ્ત કર્યા બાદ લારી સંચાલક પાલિકામાં આવ્યા અને લારી મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સુચના આપવામાં આવી કે અગાઉ પણ આ રીતે એક ગ્રાહકની દાબેલીમાંથી જીવડું નીકળ્યું હતું માટે અવાર નવાર આવું બનતા ગ્રાહકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે માટે આ ગંભીર બાબત હોવાથી જો લારી પુનઃ શરૂ કરવી હોય તો બાહેધરી લખી આપવી પડશે ત્યારબાદ જ લારી મળશે, અને જો બાહેધરી બાદ પણ આવી ઘટના બનશે તો પાલિકા હજુ વઘુ કડક કાર્યવાહી કરશે



 

(10:06 PM IST)