<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

સાંસદ ખેલ કરાટે સ્પર્ધામાં ઓક્ઝિલિયન કોન્વેન્ટ હાઈસ્કૂલની ઝીલ પાટીલ ગોલ્ડ મેડલ વિજેતા બની

 

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વડોદરા વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 05/01/2025 ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા કરાટે  સ્પોર્ટ એસોસિએશન વડોદરા દ્વારા જીતશે વડોદરાના થીમ સાથે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરાટે સ્પર્ધામાં ઓક્ઝિલયમ કોન્વેન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ ઉંમર 15 વર્ષ નાઓએ અંડર 17 કેટેગરીમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ વિજેતા બની, સ્પર્ધા પૂર્ણ થયા બાદ સાંસદસભ્યના હસ્તે મેડલ થતા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

આમ ઝીલ પાટીલે મેડલ જીતી પોતાના પાટીલ પરિવાર તથા ઓક્ઝિલયમ કોન્વેન્ટ હાઈસ્કૂલને સન્માન અપાવેલ છે, ઝીલ પાટીલ કરાટેની તાલીમ પ્રતીક તથા અનુપ સર પાસે લે છે. ઝીલ પાટીલએ કરાટેમાં બ્લેક બેલ્ટની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે, કરાટેમાં તેને રાષ્ટ્રીય તથા રાજ્ય તથા જિલ્લા લેવલે 15 થી વધુ મેડલ પ્રાપ્ત કરેલ છે તેના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.



 

(10:08 PM IST)