<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

રાજપીપળા માં 1962 સેવાની એમ્બ્યુલન્સ યમરાજ બની:નર્મદામાં કરુણાનિધિ એમ્બ્યુલન્સ અન્ય જિલ્લા સાથે અદલા બદલી કરતા પશુઓના જીવ જોખમમાં મુકાયા

રાજપીપળાની ઓછા કિલોમીટર ફરેલી ગાડી અન્ય જિલ્લાની ખખડધજ ગાડી સાથે અદલા બદલી કરતા ઈમરજન્સીમાં પશુઓના જીવને જોખમ:તાજેતરના આ ખખડધજ એમ્બ્યુલન્સ સર્વિસમાં જતા બે ગાયના મોત થતાં પશુપાલકોમાં રોષ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજ્ય સરકારે રખડતા પશુઓ માટે 1962 કરુણાનિધિ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી એ ખરેખર બિરદાવવા લાયક છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં આ સેવા હાલમાં પશુ માટે મોતનું કારણ બની હોય એમ જણાઈ રહ્યું છે જેમાં નર્મદા જિલ્લામાં હાલ આ સેવા માં એમ્બ્યુલન્સ યમરાજ બની હોવાનું જોવા મળ્યું છે પરંતુ ઉપરી અધિકારીઓ પણ આ માટે જવાબદાર કહી શકાય.

વાત કરીએ નર્મદા જિલ્લાની તો આ જિલ્લાના વડા મથક રાજપીપળામાં આખા જિલ્લા પૂરતી એકજ કરુણાનિધિ એમ્બ્યુલન્સ છે અને જિલ્લામાં પશુઓની ઘણી મોટી સંખ્યા છે જેથી ઈમરજન્સી માં બધે પહોંચી વળવું પણ મુશ્કેલ બને એ સ્વાભાવિક છે, તેમ છતાં હાલમાં ઉપરથી તઘલઘી નિર્ણય એવો લેવાયો કે નર્મદા જિલ્લાની આ એમ્બ્યુલન્સ જેના થકી સારી કામગીરી થતી હતી તેને અન્ય જિલ્લા માં મોકલી આપવામાં આવી છે અને એ જિલ્લાની ખખડધજ 1962 કરુણાનિધિ એમ્બ્યુલન્સ નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે મૂકવામાં આવતા બીમાર કે ઇજાગ્રસ્ત પશુના કોલમાં તાત્કાલિક પહોચવું મુશ્કેલ બની શકે તેમ છે. કેમ કે આ એમ્બ્યુલન્સ ની હાલત જ બતર જણાય છે.
જોકે જાણવા મળ્યા મુજબ આ ખખડધજ એમ્બ્યુલન્સ હાલમાં રાજપીપળા માં બે ગાય માટે યમરાજ બની છે જેમાં એવું જાણવા મળ્યું કે રોહિતવાસ પાસે એક ગાયનું ગર્ભાશય બહાર આવી ગયું હતું અને ટેકરા ફળિયા પાસેના વિસ્તારમાં એક ગાય કઈક ખાઈ જતાં બીમાર પડી હતી, પરંતુ આ બંને ઠેકાણેથી સ્થાનિકોએ 1962 પર કોલ કર્યા બાદ એવો જવાબ મળ્યા કે એમ્બ્યુલન્સ બીજા કોલ માં છે અને સર્વિસમાં મોકલી છે માટે સમયસર નહી આવી શકતા આ બંને ગાયો ના જીવ ગયા હતા. જેથી સ્થાનિકો અને પશુપાલકોમાં આ માટે ભારે રોષ જોવા મળ્યો હતો.
આમ બીજા જિલ્લાની ભંગાર જેવી એમ્બ્યુલન્સ અહીંયા મૂકી આ જિલ્લા ની સારી એમ્બ્યુલન્સ બીજા જિલ્લામાં અદલા બદલી કેમ કરવામાં આવી...? અને આવો તઘલખી નિર્યણ કોણે લીધો...? શું પશુ સેવા આપતી સરકાર ની આ સર્વિસ પહેલા ની જેમ નર્મદા જિલ્લામાં યોગ્ય રીતે કાર્યરત રહેશે કે જિલ્લાના પશુઓ માટે યમરાજ બની જશે એ જોવું રહ્યું.
  અત્રે  ઉલ્લેખનીય છે કે વર્ષોથી કાર્યરત આ સેવા નર્મદા માં પશુઓ માટે ખૂબ સારી છે પરંતુ ઉપરી અધિકારીઓ ના ખોટા નિર્ણય કે કોઈ અન્ય કારણોસર ખાસ જરૂરી અને સમયે પહોંચવા માટે આવશ્યક એમ્બ્યુલન્સ જ યોગ્ય નહી હોય તો હાજર સ્ટાફ પણ શું કરી શકે માટે જરૂરી વસ્તુઓ યોગ્ય મળે તો આવી ઘટના નું પુનરાવર્તન નહિ થાય

(10:15 PM IST)