હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પતંગના દોરાથી મિત્રનો જીવ જતા પ્રેરણા મળી:રાજપીપળાના નીરજ પટેલ ત્રણ વર્ષથી લોકોને બાઇક પર નિશુલ્ક સુરક્ષા ગાર્ડ લગાવી સુરક્ષા આપે છે
હાલમાં દરરોજના 300 જેટલા ગાર્ડ બાઇક પર લાગે છે, આવનારા દિવસોમાં 1000 કરતા વધુ ગાર્ડ લાગશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઉત્તરાયણના પર્વને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ ના દોરા સુતાવવા અને અવનવી પતંગોની ખરીદીમાં લાગી ગયા છે અને કેટલાક તો હાલમાં પણ પતંગ ઉડાવી રહ્યા છે જેમાં અનેક શહેરોમાં હાલ માં કેટલાક લોકોના પતંગના દોરાથી ગળા કપાયાની ઘટના બની છે અને દર વર્ષે આ પર્વ માં કેટલાય લોકો ઇજા પામે છે જ્યારે કેટલાકના મોત પણ થાય છે માટે આ મુદ્દે સુરક્ષા જરૂરી છે.
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના એક યુવા વેપારી નીરજ પટેલ સેવાકીય કાર્યો માટે હંમેશા આગળ હોય છે અને છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ ઉતરાયણ પર્વ માં ખાસ લોકો ની સુરક્ષા ની ચિંતા કરી તેમના ટુ વ્હીલર પર સુરક્ષા ગાર્ડ વિનામૂલ્યે લગાવવાની સેવા આપી રહ્યા છે અને આ વર્ષે પણ આ સેવા ચાલુ છે ત્યારે હાલમાં ઉત્તરાયણ નજીક હોય નીરજ પટેલ ના શોરૂમ બહાર બાઇક ચાલકોની સુરક્ષા ગાર્ડ લગાવવા લાઇન લાગે છે ત્યાં તેમની ટીમ દ્વારા લોકો ને વિનામૂલ્યે આ ગાર્ડ લગાવી આપવામાં આવે છે જેના કારણે લોકોના ગળા પતંગના દોરાથી કપાઈ નહી અને કોઈનો જીવ જાય નહી કે ઇજા થાય નહી.
આ મુદ્દે ત્યાં ગાર્ડ લગાવી રહેલા એક સિનિયર સિટીઝન પ્રકાશભાઈ દેસાઈ એ જણાવ્યું કે નીરજભાઈ પટેલની આ સેવા ખરેખર સરાહનીય છે અને આ ગાર્ડથી લોકોના ગળા બચશે જેમાં કોઈ નો દીકરો, પતિ, પીતા કે ભાઈનો જીવ નહી જાય અને આ સેવા નીરજભાઈ ત્રણેક વર્ષથી કરી રહ્યા છે જે ખરેખર લોકો માટે સંજીવની કહી શકાય, અને સૌ તેનો લાભ લઈ પોતાની સુરક્ષા કરે તેવી અપીલ પણ કરી હતી.
જ્યારે આ સેવાકાર્ય કરતા યુવા વેપારી નીરજ પટેલએ જણાવ્યું કે મારા એક મિત્ર નો પતંગ ના દોરા ના કારણે જીવ ગયો હતો જેમાં મે આ નજારો જોયા બાદ મને પ્રેરણા મળી કે આ રીતે બીજા ના જીવ ના જાય તેના માટે હું કંઇક કરું અને ત્રણ વર્ષથી સુરક્ષા ગાર્ડ લગાવી લોકો ના જીવ બચે તેવા પ્રયત્ન કરી રહ્યો છું.હાલ દરરોજ અમે 300 જેવા ગાર્ડ લગાવીએ છીએ અને આવનારા દિવસો માં અમે 1000 ગાર્ડ લવાવવાની તૈયારી ધરાવીએ છીએ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
