હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળા DLSS નો ખેલાડીએ જુનીયર એસો.ની
રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમપોલિન જીમ્નાસ્ટીક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, રાજપીપળા DLSSના ખેલાડીએ જુનીયર એસો.ની રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમપોલિન જીમ્નાસ્ટીક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
એસોસીએશનની રાષ્ટ્રીય કક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધા સુરત ખાતે યોજવામા આવી હતી જેમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ રાજપીપળા DLSS ખેલાડી વસાવા દેવિન એ એક સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયન મા પ્રાપ્ત કરી જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી રાજપીપળા, તેમજ શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ રાજપીપળા તથા સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીની સંપૂર્ણ ટ્રેનીંગ તેમના કોચ હિરલ વસાવા તેમજ ટ્રેનર ભાર્ગવ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામા આવેલ છે. તે બદલ શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ વતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ગોહિલ સાહેબ તેમજ આચાર્ય જિગેશભાઈ અને તમામ સ્ટાફ દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને આગામી સ્પર્ધાઓમાં વિશેષ પરીણામ અપાવી SAG/DSDO કચેરી નર્મદા તેમજ શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ સાથે સમગ્ર નર્મદા જીલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
