<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

માલ પરિવહન ટ્રાન્સપોર્ટ સરળ બનાવવા રાજ્યના ૮ મહાનગરો માટે લોજિસ્ટિક માસ્ટર પ્લાન ઘડાશે

માસ્ટર પ્લાનમાં લોજિસ્ટિક ઝોન, ડિલિવરી સિસ્ટમ તથા તેમાં સામેલ હિસ્સેદારો વચ્ચે સંકલન રહે તેની ખાસ તકેદારી રખાશે

ગાંધીનગર: ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની સેવા- સુવિધાઓને સરળ બનાવવા માટે રાજ્ય સરકારે ૮ મહાનગરપાલિકાઓ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જૂનાગઢ માટે વિસ્તૃત લોજિસ્ટિક પ્લાન તૈયાર કરી રહી છે. આ શહેરોને સાંકળતા આ માસ્ટર પ્લાન માટે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. સુચિત લોજિસ્ટિક માસ્ટર પ્લાનમાં લોજિસ્ટિક ઝોન, ડિલિવરી સિસ્ટમ તથા તેમાં સામેલ હિસ્સેદારો વચ્ચે સંકલન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. પ્રોજેક્ટ દરખાસ્તો સહિત લોજિસ્ટિક માસ્ટર પ્લાન ઘડવાની દિશામાં પહેલ હોવાનું રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું હતું.


 

(10:43 PM IST)