હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પૂર્વે વિવાદ: SC મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ્દ થતાં રોષ
ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર બે વખત લખ્યો હોવાનું કહી ચૂંટણી અધિકારીએ રાજેશ કટારીયા નું ફોર્મ રદ કરી નાખ્યું

સુરત જિલ્લામાં ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં SC મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ દાવેદારી કરી હતી. જો કે ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર બે વખત લખ્યો હોવાનું કહી તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવતા રાજેશ કટારીયાએ નારાજગી વ્યક્ત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સુરત જિલ્લાના કુલ 17 ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આ માટે ભાજપના સુરત જિલ્લા SC મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જો કે ભાજપ આગેવાન રાજેશ કટારીયાનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.
રાજેશ કટારીયાએ ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર બે વખત લખ્યો હોવાનું કહી ચૂંટણી અધિકારીએ રાજેશ કટારીયા નું ફોર્મ રદ કરી નાખ્યું હતું જેને લઇ રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે.
રાજેશ કટારીયાએ જણાવ્યું કે, હું ભાજપના સુરત જિલ્લા SC મોરચાનો વર્તમાન પ્રમુખ છું. ગઈ કાલે 4 તારીખે પાર્ટીની ગાઈડ લાઈન મુજબ સુરત જિલ્લા સંગઠન પ્રમુખ માટે દાવેદારી એટલે કે ફોર્મ ભરવાનું ચાલતું હતું. આથી મેં પણ ત્યાં દાવેદારી નોંધાવી હતી અને ફોર્મ ભર્યું હતું, તો ગઈ કાલે સાંજે મને ખબર પડી કે મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આથી મેં ચૂંટણી અધિકારીને ફોન કરીને પૂછ્યું હતું તો તેઓએ મને કહ્યું કે, તમારા ફોર્મની અંદર સક્રિય સભ્ય તો છો જ પણ સક્રિય સભ્ય એક જ નંબર તમે ઉપર અને નીચે બે વખત લખ્યો છે,તેના કારણે તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ મામલે હું ઉપરના હોદેદારોને રજૂઆત કરવાનો છું. કોઈ કારણ વગર મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
