<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અંબાજીમાં ૯થી૧૧ ફેબ્રુઆરી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન

 

અંબાજી: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે આગામી ત.૯થી૧૧ ફેબ્રુઆરી દરમિયાન “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શન નો લાભ મળશે.


 

(12:03 AM IST)