<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અમદાવાદના મદદનિશ શાસનાધિકારી ભૂમિ શેતલ પંડયાને પીએચ.ડી.ની પદવી

સ્‍વ. કેશુભાઇ પટેલના તત્‍કાલીન પી.એ. પરિવારનું ગૌરવ

રાજકોટ તા. ૬ :.. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના મદદનીશ શાસનાધિકારી શ્રીમતી ભૂમિ શેતલકુમાર પંડયાએ ડો. મીનળબા જાડેજાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરની ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં નિયતકાલીન મૂલ્‍યાંકન કસોટીના અમલીકરણનો અભ્‍યાસ વિષય પર મહાનિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી મેળવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી ભૂમિ પંડયા સ્‍વ. મુખ્‍યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના તત્‍કાલીન અંગત મદદનિશ શ્રી શેતલ પંડયાના જીવનસંગીની છે. પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓને સ્‍પર્શતા મહત્‍વના વિષય પર ડોકટરેટની પદવી મેળવવા બદલ તેણી પર અભિનંદન વર્ષા  (મો. ૯૮રપ૩ ૦૪૯૦૦) થઇ રહી છે

(11:59 AM IST)