News of Monday, 6th January 2025
સુરતના યુવકના જન્મદિને IIM બેંગલુરુ પરિસરમાંથી મળ્યો મૃતદેહ
પોસ્ટ-ગ્રેજ્યુએશનના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો નિલય પટેલના મિત્રોના જણાવ્યા પ્રમાણે, તે આજથી નવી જોબ શરૂ કરવાનો હતોઃ હોસ્ટેલના બીજા માળેથી પડી ગયાનું પ્રાથમિક તારણ

સુરત, તા.૬: સુરતના યુવક નિલય કૈલાશભાઈ પટેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુમાં રવિવારે વહેલી સવારે કેમ્પસ હોસ્ટેલ કેમ્પસમાં મળત હાલતમાં મળી આવ્યો હતો. તેણે મિત્રો સાથે ૨૯મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. જેના થોડા સમય બાદ તે મળત હાલતમાં મળી આવ્યો છે. પરિવારના લોકો બેંગ્લોર પહોંચ્યા હતા. હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતદેહના પોસ્ટમોર્ટમ બાદ મળત્યુનું ચોક્કસ કારણ સામે આવશે.
સુરતનો નિલય પટેલ મેનેજમેન્ટમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તેણે ફેશન ઈ-કોમર્સ કંપનીમાં પ્લેસમેન્ટ મેળવ્યું હતું અને તેના મિત્રોના જણાવ્યા અનુસાર તે આજથી નવી નોકરી શરૂ કરવાનો હતો.
IIM બેંગ્લોરે નિલયના નિધનની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં લખ્યું છે કે, ખૂબ જ દુઃખની વાત છે કે IIM બેંગ્લોર અમારા પીજીપી ૨૦૨૩-૨૫ના વિદ્યાર્થી નિલય કૈલાશભાઈ પટેલના અકાળે અવસાનના સમાચાર શેર કરે છે, એક તેજસ્વી વિદ્યાર્થી અને ઘણા લોકોના પ્રિય મિત્ર, નિલય માટે ખૂબ જ દુઃખી છે IIMB પરિવાર તેને આ મુશ્કેલ સમયે ખૂબ જ યાદ કરશે, અમે તેમના અને તેમના પરિવાર માટે આદર અને ગોપનીયતાની વિનંતી કરીએ છીએ.
આ ઘટના અંગે પોલીસે જાણકારી આપતા જણાવતા કહ્યું કે, આ ઘટના શનિવારની રાત્રે બની હતી. નિલય કેમ્પસમાં મિત્રના રૂમમાંથી જન્મદિવસની ઉજવણી કરીને તેના રૂમમાં પરત ફર્યો હતો. જોકે, આ અંગેની જાણ રવિવારે સવારે લગભગ ૬ વાગ્યાની આસપાસ સિકયોરિટી ગાર્ડને થઈ હતી.
ગાર્ડે લાશને હોસ્ટેલના પરિસરમાં નીચે પડેલી જોઇ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નિલયનો શનિવારે જન્મદિવસ હતો, તે કેમ્પસમાં હોસ્ટેલના અલગ બ્લોકમાં મિત્રના રૂમમાં જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો. તે લગભગ ૧૧:૩૦ વાગ્યે મિત્રના રૂમમાંથી બહાર નીકળ્યો અને ‘F' બ્લોકમાં તેના રૂમમાં પાછો ફર્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે, એવી શંકા છે કે, નિલય જ્યારે પોતાના રૂમમાં પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હોય શકે અને તે અકસ્માતે બીજા માળેથી પડી ગયો હોય શકે છે. રવિવારે સાંજે નિલયનો પરિવાર બેંગલુરુ પહોંચ્યો હતો. તેમણે કરેલી ફરિયાદના આધારે પોલીસે અકુદરતી મળત્યુનો કેસ નોંધ્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
