<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ઇન્‍ડોબેલ ઇન્‍સ્‍યુલેશન્‍સનો રૂ. ૧૦.૧૪ કરોડનો IPO ૬ આજથી ખુલ્‍યો

રાજકોટ,તાઃ ૦૬ ભારતમાં ઇન્‍સ્‍યુલેશન પ્રોડક્‍ટની અગ્રણી ઉત્‍પાદક અને કોન્‍ટ્રાક્‍ટર, ઇન્‍ડોબેલ ઇન્‍સ્‍યુલેશન્‍સ લિમિટેડે રૂ. ૧૦.૧૪ કરોડ એકત્રિત કરવા માટે તેના પ્રારંભિક જાહેર ઓફર (IPO) ની જાહેરાત કરી છે. આ IPO  આજે ૬ જાન્‍યુઆરીએ સબ્‍સ્‍ક્રિપ્‍શન માટે ખુલ્‍યો છે અને ૮ જાન્‍યુઆરીએ બંધ થશે. કોલકાતામાં મુખ્‍ય મથક ધરાવતી આ કંપની રૂ. ૧૦.૧૪ કરોડ એકત્ર કરવા માટે રૂ. ૪૬ પ્રતિ શેરના નિશ્વિત ભાવે ૨૨,૦૫,૦૦૦ ઇક્‍વિટી શેર જારી કરશે. કંપનીએ રિટેલ રોકાણકારો માટે ૧૦,૪૭,૦૦૦ શેર અને બિનરિટેલ રોકાણકારો માટે પણ એટલા જ શેર અનામત રાખ્‍યા છે. તેણે માર્કેટ મેકર ભાગ માટે ૧,૧૧,૦૦૦ શેર અનામત રાખ્‍યા છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ૩,૦૦૦ શેર માટે અરજી કરવી આવશ્‍યક છે.

ઇન્‍ડોબેલ ઇન્‍સ્‍યુલેશન્‍સ કંપની પાવર, મરીન અને ઔદ્યોગિક પ્‍લાન્‍ટ જેવા અનેક ક્ષેત્રોમાં સર્વિસ આપે છે. જે કન્‍સલ્‍ટન્‍સી, એન્‍જિનિયરિંગ, ફેબ્રિકેશન, મટિરિયલ સપ્‍લાય, ઇન્‍સ્‍ટોલેશન અને -ોજેક્‍ટ મેનેજમેન્‍ટ સહિત વ્‍યાપક ઇન્‍સ્‍યુલેશન સોલ્‍યુશન્‍સ પ્રદાન કરે છે. કંપનીની ઉત્‍પાદન સુવિધાઓ પશ્વિમ બંગાળ અને મહારાષ્‍ટ્રમાં વ્‍યૂહાત્‍મક સ્‍થાનો પર આવેલી છે.

(4:15 PM IST)